Mercedesએ વધુ એક કાર લોન્ચ કરી છે. આકર્ષક દેખાવ અને દમદાર ફીચર્સથી સજ્જ આ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 4.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે.
Mercedes-Benzએ ભારતમાં Maybach GLS 600 નું નવું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. આકર્ષક દેખાવ અને દમદાર ફીચર્સથી સજ્જ આ કારની શરૂઆતની કિંમત 3.35 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ અપડેટેડ Maybach GLSમાં કેટલાક કોસ્મેટિક અપડેટ્સ આપ્યા છે. જેમાં નવું ઇન્ટિરિયર અને અપહોલ્સ્ટ્રીનો સમાવેશ થાય છે.
બહારથી Maybach GLS 600 નાના ફેરફારો જોવા મળે છે. તેમાં એર ઇન્ટેક ગ્રિલ પર સંપૂર્ણપણે નવું બમ્પર અને મેબેક લોગો પેટર્ન છે. પાછળના ભાગમાં તેમાં LED સિગ્નેચર ટેલ-લેમ્પ્સ અને મેબેક-સ્પેશિયલ ટેલ પાઇપ છે. આ કાર બ્લેક, પોલર વ્હાઇટ અને સિલ્વર મેટાલિક કલર વિકલ્પોમાં આવે છે. ડ્યુઅલ-ટોન પેઇન્ટ શેડનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કંપનીએ સ્ટાન્ડર્ડ મોડલમાં 22 ઇંચનું વ્હીલ આપ્યું છે. આ સિવાય ક્લાસિક ડીપ-ડીશ મોનોબ્લોક 23-ઇંચ મેબેક વ્હીલ્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
કંપનીએ Maybach GLS 600ની કેબિનમાં પણ કોસ્મેટિક ફેરફાર કર્યા છે. જો કે, વધુ ધ્યાન ફક્ત સોફ્ટવેર અને ટ્રીમ વિકલ્પો પર જ જોવા મળે છે. નવું સ્ટીયરીંગ વ્હીલ, નવી ડીઝાઈન કરેલ એસી વેન્ટ, લેટેસ્ટ જનરેશન MBUX સોફ્ટવેર અને નવા ગ્રાફિક્સ આ કારને વધુ સારી બનાવે છે. કેટલીક વધારાની સુવિધાઓમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને હેન્ડ જેસ્ચરનો સમાવેશ થાય છે. આની મદદથી યુઝર અમુક ફીચર્સ માત્ર એક ટચથી ઓપરેટ કરી શકે છે.
કારની પાછળની સીટમાં વેન્ટિલેશન અને કમ્ફર્ટ ફંક્શન આપવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે આ સીટ 43.5 ડિગ્રી સુધી રિક્લાઈન થઈ શકે છે. જે લાંબા અંતરની મુસાફરીમાં આરામદાયક સવારી પૂરી પાડે છે. મર્સિડીઝમાં બર્મેસ્ટર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, MBUX હાઈ-એન્ડ રિયર સીટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ, હાઈ-બીમ આસિસ્ટ સાથે મલ્ટીબીમ LED, થર્મલ અને નોઈઝ ઇન્સ્યુલેશન સાથે ગાર્ડ 360-ડિગ્રી સેફ્ટી ગ્લાસ, કમ્ફર્ટ પેકેજ, અપગ્રેડેડ પાર્કિંગ સિસ્ટમ, જેવી સુવિધાઓ શામેલ છે. પાર્કિંગ જનરલ 5.0 અને અપગ્રેડેડ સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યું છે.
GLS 600માં કંપનીએ 4.0 લિટર ક્ષમતાનું ટ્વિન ટર્બોચાર્જ્ડ V8 એન્જિન આપ્યું છે. જેને ઇલેક્ટ્રિક મોટર સાથે જોડવામાં આવે છે. આ એન્જિન 557 hpનો પાવર અને 770 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 48V ઈન્ટિગ્રેટેડ સ્ટાર્ટર આ એન્જિનને 22 hpનો વધારાનો પાવર અને 250 Nmનો ટોર્ક આપે છે. જેના કારણે આ કાર વધુ પાવરફુલ બની જાય છે. કંપનીએ આ એન્જિનને 9-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડ્યું છે, જે તમામ વ્હીલમાં 4 મેટિક સિસ્ટમથી સજ્જ છે.
કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 4.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. GLS 600 ની સુંદરતા વધારવા માટે પાછળના એપ્રોન પર ઓર્નામેન્ટલ ટ્રીમ, બ્લેક ક્રોમ AMG ટ્વિન ટેલપાઈપ્સ અને હીટ-ઇન્સ્યુલેટીંગ ડાર્ક ટીન્ટેડ ગ્લાસ આપવામાં આવ્યા છે.