News Updates
GUJARAT

વિશ્વ રેકોર્ડ તરફ પ્રયાણ જામનગરમાં દગડુંશેઠ ગણેશ મહોત્સવમાં 551 મીટરની ગણપતિજીની હાલારી પાઘડી અને 11,111 લાડુ 

Spread the love

જામનગરના કડિયાવાડમાં એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા છેલ્લા 28 વર્ષથી દગડુશેઠ ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રધ્વજના રંગના કાપડમાંથી 551 મીટરની હાલારી પાઘડી બનાવાઈ છે. જેની સાથે સાથે પ્રસાદી સ્વરૂપે 11,111 લાડુ પણ બનાવાયા છે અને જે ગણપતિ દાદાને પ્રસાદી સ્વરૂપે પરી રેકોર્ડ બનાવવામાં આવશે.

જામનગરના દગડું શેઠ ગણપતિ મહોત્સવ 28 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ ગણપિત મહોત્સવ દર વર્ષે અલગ કાર્યક્રમ ઉપર આયોજન કરતાં હોચ છે. આ વર્ષે ગણેશ સ્થાપના તારીખ 7-9-2014 થી 17-9-2024 સુધી કરવામાં આવી છે. આ મહોત્સવ ની અંદર જે મૂર્તિ બનાવવામાં આવેલ છે તે સંપૂર્ણ પ્રદૂષણ રહિત બનાવવામાં આવેલ છે આ મુર્તિ કંતાન, સફેદ કાપડ, પૂઠાં, વાંસ, સુનરી, રેતી, હોરા, અને અનાજ(ચોખા-8, જુવાર-5 યહ, ઘઉં- 5 યહ બાજરી- 3.10નો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.

આ ગણપિત મહોત્સવનું આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવેલ છે. દ્વારા ગયા વર્ષોમાં જેમ કે વર્ષ 2012 માં 145 કી.ગ્રા. ની ભાખરી બનાવી હતી તેમજ વર્ષ 2013માં 11,111 લાડુ વર્ષ 2014 માં 51.6 ફૂટની અગરબત્તી તથા વર્ષ 2015 માં કિંગર પેન્ટિંગ જેમાં ગણેશજી નું પેન્ટિંગ બનનાવ્યું હતું તેમજ વર્ષ 2017 માં સાત ધાન નો ખીચડો વર્ષે પણ વિશેષ્ટ પ્રકારના આયોજન બનાવી ગિનીઝ કબૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું. આ એઈટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષો ની જેમ આ વર્ષે પણ વિશેષ્ટ પ્રકારના આયોજન કરવા જય રહ્યું છે. આ વર્ષે વિશ્વ ની સૌથી મોટામાં મોટી 551 મીટર ની પાઘડી ગણપિતજી ને પહેરવામાં આવશે તેમજ ગણપિતજી ને પ્રસાદ રૂપી મોદક લાડુ બનાવી ને ધરવામાં આવશે જે બને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે.

એઇટ વન્ડર્સ ગ્રુપના કેલલિસંહ રાણા, કિલીપભાઈ વોરલીયા, નિલેધિસંહ પરમાર, કરપેશ તથા સતીશ વાડોલીયા,પ્રિયંક શાહ,જયેશ જોશી,યોગેશભાઈ કણજારિયા,કિપલ સોલંકી,પ્રતાપિસંહ ચૌહાણ, ભારતિસંહ તથા જયશજિસંહ(રજવાડા સાફા ક્રિએશન), વિજયિસંહ, જીનુભાઈ તથા દિપકભાઈ ગઢવી, મીતેપ(બનાસ), હરિભાઈ, ગોપાલભાઈ ભ ભટ્ટ, હિતેશભાઈ શાહ અને વિપુલ પીઠડીયા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


Spread the love

Related posts

Dang:ગીરાધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું

Team News Updates

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત

Team News Updates

PM મોદીએ 13,000 ફૂટની ઉંચાઈ પર બનેલી સૌથી લાંબી ટુ-લેન ટનલનું કર્યું ઉદ્ઘાટન

Team News Updates