News Updates
GUJARAT

નવરાત્રીમાં ખેલૈયાઓને નહીં નડે વરસાદી વિધ્ન, 8 ઓક્ટોબર સુધીમાં ચોમાસું લેશે વિદાય

Spread the love

ગરબા રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિ પહેલા ચોમાસું (Monsoon 2023)  ગુજરાતમાંથી વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 8 ઓક્ટોબર સુધીમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. જેના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નહીં નડે.

થોડા દિવસમાં જ નવરાત્રીનો (Navratri) પ્રારંભ થવાનો છે. ત્યારે ગરબા રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિ પહેલા ચોમાસું (Monsoon 2023)  ગુજરાતમાંથી વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 8 ઓક્ટોબર સુધીમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. જેના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નહીં નડે.

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય

તો બીજીતરફ આવતીકાલે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. જે વેલમાર્ક્ડ લોપ્રેશર તરીકે વધુ શક્તિશાળી બનશે. આ સ્થિતિમાં 11 ઓક્ટોબર સુધી પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી છે, પરંતુ ગુજરાત માટે હાલ કોઈ ભારે વરસાદની સિસ્ટમ નથી. જોકે આજે રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે.

ગુજરાત વરસી ગયો 100 ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 104 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે 100 ટકાથી વધુ વરસાદ તો પડ્યો છે પણ ચિંતા એ છે કે રાજ્યના 215 તાલુકામાંથી 34 તાલુકા એવા છે, જ્યાં 30થી 50 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. આ તાલુકા માટે આગામી દિવસો કપરા બને તેવી શક્યતા છે. 100 ટકાથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 20 જિલ્લા છે. આ સિવાયના જિલ્લામાં સરેરાશ વરસાદ ઓછો થતાં ઘટ વર્તાઈ રહી છે. 38 તાલુકા એવા છે જ્યાં ફક્ત 10થી 20 ઈંચ જ વરસાદ પડ્યો છે.


Spread the love

Related posts

3 વર્ષના કૃણાલની ચકચારી હત્યાનો પર્દાફાશ:માતા જ પુત્રના મૃતદેહને ખભે ઊંચકી ઘરે લઈ ગઈ, પતિને કહ્યું અકસ્માતમાં મરી ગયો; CCTVની એક નાની જલકે ખોલ્યો હત્યાનો ભેદ

Team News Updates

વરસાદ અને તોફાનનો બીજો રાઉન્ડ ગુરુવારે પૂર્વી આયોવા તરફ આગળ વધશે, હવામાન વિભાગે કરી આગાહી

Team News Updates

ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર, કચ્છ, મહિસાગર,અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

Team News Updates