News Updates
INTERNATIONAL

પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના, આરોપીઓ પોલીસ પકડથી દૂર

Spread the love

સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી કોહલી સમુદાયની 15 વર્ષની છોકરીનું 30 સપ્ટેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે, સાત યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. વીડિયોમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ FIR નોંધવામાં આનાકાની કરી રહી છે.

હિંદુઓ પર થઈ રહેલ અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યો નથી, તાજેતરમાં વઘુ એક આવી જ ઘટના સિંધ પ્રાંતમાં બની છે, એક હિંદુ સગીરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 30 સપ્ટેમ્બરે એક હિંદુ સગીરાનું તેના ઘરેથી અપહરણ કરીને વિધર્મી યુવકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બે દિવસ પછી આ મામલે કેસ દાખલ કર્યો છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી કોહલી સમુદાયની 15 વર્ષની છોકરીનું 30 સપ્ટેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે, સાત યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. વીડિયોમાં સગીરાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ FIR નોંધવામાં આનાકાની કરી રહી છે.

બે દિવસ પછી કેસ દાખલ કર્યો

મીરપુર ખાસમાં હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે બે દિવસ પછી રિપોર્ટ નોંધ્યો હતો. આ માટે યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનના અનેક ચક્કર લગાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો. આ પછી મીરપુર ખાસ પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

સારવાર માટે ગયેલી હિન્દુ યુવતી પર બળાત્કાર થયો હતો

સિંધ પ્રાંતમાં આ મહિને જ એક બીમાર હિંદુ યુવતી પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, ખુદ ડૉક્ટરોએ જ તે છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. મોહમ્મદ ખાન તાંડો શહેરની રહેવાસી આ હિન્દુ યુવતીને કિડનીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં તબીબોએ જ તેને નશીલા પદાર્થ ખવડાવીને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.

બાદમાં જ્યારે તેની તબિયત વધુ લથડતાં તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલો સામે આવ્યા બાદ યુવતીના પરિવારજનો અને સંબંધીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ પોલીસે કેસ નોંધ્યો હતો.


Spread the love

Related posts

સુરત ફાયર વિભાગ,જીપીસીબી,પોલીસ તેમજ ગેસ કંપનીના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં હજુ કોઈ સત્તવાર નિવેદન સામે આવ્યું નથી.

Team News Updates

કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હતો:યુએસ રિપોર્ટનો દાવો- વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા, FBI પાસે પુરાવા

Team News Updates

રશિયા સ્કૂલોમાં બાળકોને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે:બોમ્બ ફેંકવાની અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે; સ્કૂલોમાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યો

Team News Updates