છેલ્લા કેટલાક મહિનાઓથી દાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી હતી. તેથી કઠોળના કાળાબજારને રોકવા માટે કેન્દ્ર સરકારે તુવેર સહિત જુદા-જુદા કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી હતી.
દિવાળી પહેલા સામાન્ય લોકોને મોંઘવારીથી (Inflation) રાહત મળી છે. દાળના ભાવમાં (Pulses Price) 4 ટકા જેટલો ઘટાડો થયો છે. જેની અસર તુવેર દાળ અને મસૂર દાળના ભાવ પર થઈ છે. તુવેર અને મસૂર દાળની આયાતમાં વધારો અને સંગ્રહખોરી પર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે ભાવમાં ઘટાડો થયો છે. તેથી આમ જનતાને આશા છે કે દિવાળી સુધીમાં દાળ વધારે સસ્તી થઈ શકે છે.
કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી
છેલ્લા કેટલાક મહિનાઓથી દાળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. તુવેર દાળ સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી હતી. તેથી કઠોળના કાળાબજારને રોકવા માટે કેન્દ્ર સરકારે તુવેર સહિત જુદા-જુદા કઠોળની સ્ટોક લિમિટ નક્કી કરવી પડી હતી. દિલ્હીમાં તુવેર દાળનો ભાવ 170 રૂપિયા પ્રતિ કિલોને પાર છે. તેથી સરકાર પર ભાવ નિયંત્રણ માટે દબાણ છે.
દેશમાં તુવેર દાળનું ઉત્પાદન માગ કરતા ઘણું ઓછું થઈ રહ્યું છે. તેથી માગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી કઠોળની આયાત કરે છે. વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 42.20 લાખ ટન દાળનું ઉત્પાદન થયું હતું. જ્યારે પાક સીઝન 2022-23માં આ આંકડો ઘટીને 34.30 લાખ ટન થયો હતો. દેશમાં દર વર્ષે 45 લાખ ટન તુવેર દાળનો વપરાશ થાય છે. તેથી સરકાર આફ્રિકન દેશોમાંથી દાળની આયાત કરે છે. વર્ષ 2021-22માં 7.6 લાખ ટન અરહર દાળની આયાત કરવામાં આવી હતી.