News Updates
GUJARAT

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

Spread the love

વડાપ્રધાન મોદી આજે પોતાના વતનના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમનું સ્વાગત કર્યુ.

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.

વડાપ્રધાનને આવકારવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સાથે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન પણ હાજર રહ્યા હતા.

સાથે જ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે અંબાજીના પ્રવાસે છે. જ્યાં મા અંબાના દર્શન કરશે અને આવતીકાલે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે.\

તમને જણાવી દઈએ કે વડાપ્રધાનમ મોદી રાજ્યમાં વિકાસના કામની ભેટ નાગરિકોને આપશે. જેની પાછળ આશરે 6 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.


Spread the love

Related posts

વાવાઝોડું નજીક આવતાં સ્થિતિ વિકટ,દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ, હજારો લોકોનું સ્થળાંતર

Team News Updates

સુણદા ગામની ગલીઓમાં ગમગીની છવાઈ:બગોદરા-બાવળા હાઈવે પરના અકસ્માતમાં એક જ કુટુંબના 10 લોકોના મોતથી સમગ્ર ગામમાં સન્નાટો, તમામ રસ્તાઓ, ભાગોળ સુમસામ

Team News Updates

SURAT ડાયમંડ બુર્સ પર કોની માલિકી? જાણો શું છે ઓફીસનાં ભાડા??

Team News Updates