News Updates
AHMEDABAD

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ મહારાજનો 80 મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ યોજાયો

Spread the love

મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજનો 80 મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દબદબાભેર યોજાઇ. સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ 45 મો પીઠાર્પણ ઉત્સવ પણ ઉજવાયો. 

સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી ગુરુપરંપરાની મૂર્તિઓનો 80 મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ દબદબાભેર ઉજવાયો. આ શુભ અવસરે ઘનશ્યામ મહારાજને શુદ્ધોદક જળ, કેસર જળ, દૂધ, દહીં, શર્કરા, ઘી, મધ, અત્તર વગેરેથી રાજોપચાર વિધિપૂર્વક અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પંચદિનોત્સવ દબદબાભેર ઊજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નિરાજન – આરતી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનું દર્શન – શ્રવણ કર્યું હતું.

વળી, સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ 45 મા પીઠાર્પણ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો શ્રોતાઓ પર આશીર્વાદની હેલી વહાવતા પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય અને દિવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે.


Spread the love

Related posts

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Team News Updates

આરોપી શૈલેષ ભટ્ટના જામીન ફગાવાયા કરોડોના બિટકોઇનકાંડના:14 કરોડથી વધુ આંગડિયાથી મેળવ્યાનો પર્દાફાશ, બે વ્યક્તિનું અપહરણ પણ કર્યું હતું

Team News Updates

ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર

Team News Updates