News Updates
AHMEDABAD

ગુજરાતમાં એન્જિ.ના પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂર્ણ:વિદ્યાર્થીઓની બ્રાન્ચ પસંદગીને જોતા ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે, કોમ્પ્યૂટર અને ITની ભરમાર

Spread the love

ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડ બાદ એન્જિનિયરિંગની કેટલીક બ્રાન્ચના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કઈ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓને રસ છે અને કઈ બ્રાન્ચમાં ઓછો રસ છે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ એન્જિનિયરિંગની 27,477 બેઠકો ખાલી રહી છે. ઓટોમોબાઈલ એન્જિયનિયરિંગ, મિકેનિકલ, કેમીકલ, સિવિલ એન્જિનિયરિંગની ખૂબ ઓછી બેઠકો ભરાઈ છે. હાલની પરિસ્થિતીને જોતા લાગી રહ્યું છે કે, ભવિષ્યમાં સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર્સને શોધવા જવા પડશે.

ખાનગી કોલેજોની 25,352 બેઠકો ખાલી
રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જે અંતર્ગત એન્જિનિયરિંગની કુલ 53,315 બેઠકો પૈકી 24,191 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે 27,477 બેઠકો ખાલી રહી છે. જેમાં ખાનગી કોલેજોની 25,352 બેઠકો ખાલી રહી છે. જો કે, હાલમાં સમયની માગને લઈને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન એન્જિનિયિરીંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. કારણ કે, એન્જિનિયરિગની આ બ્રાન્ચમાં પ્રથમ રાઉન્ડમાં મોટા ભાગે બેઠકો ભરાઈ ગઈ છે અને હવે જુજ માત્ર જગ્યાઓ જ ખાલી રહી છે. જ્યારે ઓટોમોબાઈલ એન્જિયનિયરિંગ, મિકેનિકલ, કેમિકલ, સિવિલ એન્જિનિયરિંગના વળતા પાણી થઈ રહ્યાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

તમામ ગ્રુપની બાકી અને ભરાયેલી બેઠકોની વિગત
મહત્ત્વની એન્જિયનિયરિંગ બ્રાન્ચમાં ઓટોમોબાઈલ એન્જિનયરિંગ 857માંથી 182 બેઠક ભરાઈ છે. કેમિકલ એન્જિનિયરિંગની 1,973માંથી 957 બેઠકો ભરાઈ છે. સિવિલ એન્જિનયિરિંગની 6,138 બેઠકોમાંથી 1,471 ભરાઈ છે. કમ્પ્યૂટર એન્ડ અલાઈડની 17,845 બેઠકોમાંથી 10,727 ભરાઈ છે. ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગની 4,795 બેઠકોમાંથી 1,389 ભરાઈ છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનયિરિંગની 2,126 બેઠકોમાંથી 1,642 ભરાઈ છે. ઈન્ફરમેશન ટેકનોલોજીની 5,746 બેઠકોમાંથી 3,471 બેઠકો ભરાઈ છે. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગની 412 બેઠકોમાંથી 342 ભરાઈ છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગની 7,056 બઠકોમાંથી 1,633 ભરાઈ છે. રોબોટિક્સ એન્ડ ઓટોમેશનની 331માંથી 231 બેઠકો ભરાઈ છે.

સંસ્થાઓ અને બેઠકોની ટકાવારીની સ્થિતી
સંસ્થાઓ અને બેઠકોની ટકાવારી પર નજર કરીએ તો 40 સંસ્થાઓની 75 ટકાથી વધુ બેઠકો ભરાઈ છે. 23 સંસ્થાઓમાં 50થી 75 ટકા સુધી બેઠકો ભરાઈ છે. 22 સંસ્થાઓમાં 25 ટકાથી 50 ટકા સુધી બેઠકો ભરાઈ છે. 50 સંસ્થાઓમાં માંડ 25 ટકાથી ઓછી બેઠકો ભરાઈ છે. મહત્ત્વનું છે કે, પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ એન્જિયનિયરિંગની ખાલી પડેલી બેઠકોની વિગત સામે આવી છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બ્રાન્ચની સ્થિતિ પણ ખરાબ છે, જેમાં 857 બેઠકોમાંથી 182 બેઠકો ભરાઈ છે.

ખૂબ મોટી સંખ્યામાં અછત ઉભી થવાની છે
સિલ્વર ઓક યુનિવર્સિટીના સંચાલક જનક ખંડવાલાએ જણાવ્યું હતું કે, અત્યારે વિદ્યાર્થીઓ એક તરફના પ્રવાહમાં એડમિશનના લે. અત્યારે કોમ્પ્યુટર અને આઇટી ફિલ્ડમાં જઈને વર્ચ્યુલી કામ કરી શકશે. પરંતુ ભવિષ્યમાં જ્યારે ફિલ્ડમાં એન્જિનિયરની જરૂર હશે. ત્યારે એન્જિનિયર નહિ હોય. ખૂબ મોટી સંખ્યામાં અછત ઉભી થવાની છે. જે વિદ્યાર્થીઓએ અત્યારે સિવિલ અને મિકેનીકલ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવ્યું હશે તેમની ભવિષ્યમાં ડિમાન્ડ ઉભી થશે.


Spread the love

Related posts

બપોરે રહેશે  100 traffic signals બંધ,અમદાવાદમાં હવે traffic signals પર તાપમાં શેકાવુ નહીં પડે

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates

GTUના કુલપતિને અધ્યાપકોની રજૂઆત:એકેડેમિક કેલેન્ડર મુજબ સમયસર પરીક્ષા લેવા અને ઈ-એસેસમેન્ટના સોફ્ટવેરનો પ્રશ્ન ઉકેલવા માગ

Team News Updates