News Updates
GUJARAT

PATAN:તાળાની ચાવી મોંઢામાં નાખતા ગળામાં ફસાઈ,પાટણના ઈએનટી સર્જને ચાવી સિફતપૂર્વક બહાર કાઢી

Spread the love

બાળકો દ્વારા રમતાં રમતાં કે અજાણતા વિવિધ પ્રકારની વસ્તુઓ ગળી જવાના જોખમી કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં પાટણના એક ઈએનટી સર્જન દ્વારા એક નાના બાળકના ગળામાં ફસાઈ ગયેલી ચાવી કાઢીને બાળકને નવું જીવન બક્ષ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ લોધી ગામમાં એક બાળક રમતાં રમતાં ભૂલથી તાળાની મોટી ચાવી મોંઢામાં નાખતા ચાવી ગળામાં ફસાઈ ગઈ હતી. એક વર્ષથી નાની વયના બાળકના ગળામાં ચાવી ફસાઈ જતાં અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ સર્જાતા પરિવારના સભ્યો તાત્કાલિક તેને લઈને દવાખાને દોડયા હતા. જ્યાં એક્ષરે કરાવતા બાળકના ગળામાં ચાવી ફસાઈ ગયેલ હોવાનું માલુમ પડયું હતું. જેથી કોઈ ડૉક્ટરની સૂચના મુજબ બાળકને લઈને તેના માબાપ દોડાદોડ કરતા પાટણમાં જુના બસ સ્ટેશન સામે આવેલ પૂજા ઇએનટી હોસ્પિટલમાં લાવ્યા હતા. અહીં કાન નાક ગળાના સર્જન ડો. પ્રણત મજમુદારે બાળકની ગંભીર હાલત જોઈને અન્ય કામ બાજુ પર મૂકીને બાળકને બચાવવા અગ્રતા આપી એક્ષરેના આધારે નિદાન કરી તરત કામગીરી હાથ ધરી હતી અને કોઈપણ પ્રકારના ઓપરેશન વગર બાળકના ગળામાં સ્વરપેટીની ઉપરના ભાગે ફસાઈ ગયેલ મોટી ચાવી સિફતપૂર્વક બહાર કાઢી બાળકનો જીવબચાવી લીધો હતો.

બાળકને બચાવવા ઉપરાંત ડો. મજમુંદારે આ કિસ્સામાં કેસ ફી કે અન્ય કોઈજ ખર્ચ લીધા વિના વિનામૂલ્યે તમામ સેવા પૂરી પાડી માનવતાનું પણ ઉદાહરણ પૂરું પાડયું હતું. ડૉ. પ્રણત મજમુદારે જણાવ્યું હતું કે, બાળક સાવ નાનું હતું અને તેના ગળામાં સ્વરપેટીની ઉપર ચાવી ફસાઈ ગયેલી હતી. જેથી બાળકનો જીવ જોખમમાં હતો. દર્દીના સગા એક્ષરે કરાવીને આવ્યા હતા અને બાળકને ગંભીર હાલતમાં અને ડચકા લેતી સ્થિતિમાં દવાખાનામાં લવાયું હતું. જેથી તાત્કાલિક આ કેસ હાથમાં લઈને ચાવી કાઢી બાળકનો જીવ બચાવી લેવાયો હતો.


Spread the love

Related posts

Jamnagar:જાહેરમાં હુમલો હથિયારોથી:જામનગરના ત્રણબતી વિસ્તારમાં બે યુવાનો પર આઠ શખ્સોએ તલવાર, લોખંડના પાઈપ અને છરીથી હુમલો કર્યો

Team News Updates

પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની 132 નંગ બોટલો જપ્ત કરી,ખડોલ ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો શખ્સ ઝડપાયો

Team News Updates

ખંભાળિયામાં સૌથી વધુ 121mm વરસાદ:રાજ્યના 95 તાલુકામાં 5 ઈંચ સુધી વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 40થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Team News Updates