News Updates
BUSINESS

BUSINESS REPO RATE: RBIએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો,સતત સાતમી વખત કોઈ બદલાવ નહીં,EMIમાં કોઈ રાહત નહીં

Spread the love

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સતત 7મી વખત વ્યાજ દરોમાં કોઈ બદલાવ કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25% થી 6.5% વધાર્યા હતા.

એવી અપેક્ષા હતી કે RBI ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરશે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેનો અર્થ કે તમને હાલમાં EMIમાં કોઈ રાહત નહીં મળે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે 3 એપ્રિલથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. દર બે મહિને આ બેઠક યોજાય છે. RBIએ ફેબ્રુઆરીમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો.

RBI આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં નિષ્ણાતોના મતે આ વખતે પણ RBI રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં. હાલમાં રેપો રેટ 6.50% પર યથાવત રાખવામાં આવ્યો છે. RBIએ અગાઉ ફેબ્રુઆરી 2024માં યોજાયેલી બેઠકમાં વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો. આ સતત છઠ્ઠી વખત હતું જ્યારે RBIએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. RBIએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરોમાં 0.25% થી 6.5% સુધીનો વધારો કર્યો હતો.

RBIના MPCમાં છ સભ્યો હોય છે. તેમાં બહારના અને RBI અધિકારીઓ બંને છે. ગવર્નર દાસની સાથે, RBIના અધિકારી રાજીવ રંજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને માઈકલ દેબબ્રત પાત્રા, ડેપ્યુટી ગવર્નર છે. શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બહારના સભ્યો છે.

RBI પાસે રેપો રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે. જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે, ત્યારે RBI રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને RBI પાસેથી જે લોન મળશે તે મોંઘી થશે.

બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડે છે. જો નાણાંનો પ્રવાહ ઘટે તો માંગ ઘટે અને ફુગાવો ઘટે.

એ જ રીતે, જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર છે. આવી સ્થિતિમાં RBI રેપો રેટમાં ઘટાડો કરે છે. આના કારણે બેંકો માટે RBI તરફથી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

આ ઉદાહરણથી સમજીએ. જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ, ત્યારે માંગમાં ઘટાડો થયો. આવી સ્થિતિમાં RBIએ વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધાર્યો હતો.

  • નાણાકીય વર્ષ 25માં રિયલ GDP ગ્રોથ અંદાજ 6.70%થી વધારીને 7% કરવામાં આવ્યો છે.
  • RBIએ FY25 માટે રિટેલ મોંઘવારી 4.50% રહેવાનો અંદાજ મૂક્યો છે.

1. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5.09%
રિટેલ મોંઘવારી ફ્રેબ્રુઆરી 2024માં સામાન્ય ઘટીને 5.09% પર આવી ગઈ છે. અગાઉ જાન્યુઆરી 2024માં મોંઘવારી 5.10% રહી હતી. RBIની મોંઘવારી સંબંધિત રેન્જ 2%-6% છે. RBI ઈચ્છે છે કે રિટેલ મોંઘવારી 4% પર રહે.

2. જથ્થાબંધ ફુગાવાનો દર 0.20% હતો
ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી ઘટીને 0.20% પર આવી ગઈ છે. જાન્યુઆરીમાં તે 0.27% હતી. મોંઘવારીનો આ 4 મહિનામાં સૌથી નીચો સ્તર પણ છે. નવેમ્બરમાં મોંઘવારી 0.26% હતી. મોંઘવારી ઘટી છે, પરંતુ ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે.

મોંઘવારી કેવી રીતે અસર કરે છે?
મોંઘવારીનો સીધો સંબંધ ખરીદ શક્તિ સાથે છે. ઉદાહરણ તરીકે, જો મોંઘવારીનો દર 7% છે, તો કમાયેલા 100 રૂપિયાની કિંમત માત્ર 93 રૂપિયા હશે. તેથી મોંઘવારીને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. નહીં તો તમારા પૈસાની કિંમત ઘટી જશે.


Spread the love

Related posts

The Great Khali Love Story : 7 ફૂટ 1 ઇંચ ઉંચા ‘ધ ગ્રેટ ખલી’ પર કેવી રીતે આવ્યું હરમિંદર કૌરનું દિલ, લવ સ્ટોરી છે રસપ્રદ

Team News Updates

જગુઆર લેન્ડર રોવરના પ્લેટફોર્મ પર ટાટા અવિન્યા તૈયાર કરશે:ઓટો એક્સ્પો 2023માં EV કારનું કોન્સેપ્ટ વર્ઝન જોવા મળ્યું, કંપનીએ MOU સાઇન કર્યા

Team News Updates

ટાટા ટેકનોલોજીસના આઈપીઓમાં લિસ્ટિંગ સાથે જ દરેક લોટ પર રૂપિયા 21000 નો નફો મળ્યો

Team News Updates