News Updates
INTERNATIONAL

DUBAI:વૈજ્ઞાનિકોએ જણાવ્યુ વરસાદનું કારણ ? દુબઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ કેમ પડ્યો 

Spread the love

વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે, વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના પગલે આખું દુબઈ પરિણામ ભોગવી રહ્યું છે. દુબઈમાં એટલો વરસાદ પડ્યો હતો કે થોડા જ સમયમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અરબના દેશોમાં મોટાભાગે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે. અહીં આવેલા દેશો વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા છે, જ્યારે રણ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે સામાન્ય રીતે દરેક વ્યક્તિના મનમાં સૂકી જમીન અને કાળઝાળ ગરમીનો જ વિચાર આવે છે.

પરંતુ કેટલીક વાર વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. આવી જ કંઈક સ્થિતિ હાલ દુબઈમાં સર્જીઈ છે. બે દિવસ અગાઉ દુબઈમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. શોપિંગ મોલ, પાર્કિંગ, શાળા-કોલેજ સહિતની જગ્યાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવ્યુ હતુ. રનવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. પણ સવાલ એ છે કે આટલો વરસાદ કેમ?

વૈજ્ઞાનિકોએ આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આખું દુબઈ પરિણામ ભોગવી રહ્યું છે. ખરેખર તાજેતરમાં જ દુબઈના આકાશમાં ક્લાઉડ સીડિંગ માટે વિમાનો ઉડાવવામાં આવ્યા હતા. આ તકનીક દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ટેક્નોલોજીના કારણે એટલો વરસાદ પડ્યો કે દુબઈમાં પાણી ભરાઈ ગયું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આખી યોજના નિષ્ફળ ગઈ છે. કૃત્રિમ વરસાદ કરવાના પ્રયાસમાં વાદળ જ ફાટી ગયુ છે.

કૃત્રિમ વરસાદ બનાવવાના પ્રયાસમાં માત્ર થોડા કલાકોમાં જ વરસાદ એટલો પડ્યો કે પૂરની સ્થિતિ સર્જાઈ.એવું માનવામાં આવે છે કે દુબઈમાં દોઢ વર્ષ જેટલો સમય લાગતો હતો. તે વરસાદ માત્ર થોડા કલાકોમાં થયો હતો. તેની અસર એવી થઈ કે પૂર આવ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5.7 ઈંચ જેટલો વરસાદ થયો છે. વરસાદને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું.

વાસ્તવમાં ક્લાઉડ સીડિંગના માધ્યમથી જે વરસાદ પડે છે. તેને કૃત્રિમ વરસાદ કહેવાય છે. તે બે શબ્દોથી બનેલું છે વાદળ અને બીજ. સરળ શબ્દોમાં કહીએ તો વાદળોમાં વરસાદના બીજ વાવવાની પ્રક્રિયાને ક્લાઉડ સીડીંગ કહે છે.

પૂરના કારણે એરપોર્ટ પર પ્લેનની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ.પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો ડૂબી ગયા હતા. દુબઈના અનેક મોલમાં પાણી ઘૂસી ગયા હતા. એવું માનવામાં આવે છે કે છેલ્લા 75 વર્ષના ઈતિહાસમાં આટલો વરસાદ ક્યારેય પડ્યો ન હતો.


Spread the love

Related posts

આ દેશમાં છે અનોખો Musical Road, રસ્તા પરથી ગાડી પસાર થતા જ વાગે છે સંગીત

Team News Updates

ફરી હિન્દુ બનેલી 26 યુવતી સ્ટેજ પર:કેરલ સ્ટોરીના નિર્માતા વિપુલ શાહે રહસ્ય ખોલ્યું, સુદીપ્તોએ કહ્યું, ‘આ છોકરીઓની વાત સાંભળશો તો આંસુ નહીં રોકી શકો’

Team News Updates

શસ્ત્રોથી પોતાની તાકાત વધારી રહ્યું છે સાઉદી, રિયાધના વર્લ્ડ ડિફેન્સ એક્સપોમાં 75 દેશો ભેગા થશે

Team News Updates