લોકસભા ચૂંટણીના મતનગતરી પૂર્ણ થયા બાદ હવે તંત્રના અધિકારીઓ પોતાના વિભાગની કામગીરીઓ હાથ ઉપર લઈ કાર્યવાહી કરી સક્રિય થયા છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સૂચના મળતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી. જેમાં રાજથળી, વિઠલપુર, ચરખા,કરજાળા, આંબા,ભેંસવડી સહિત ગામડામાં શેલ નદીઓ અને શેત્રુંજી નદીના પટમાં રેતીની ખનીજ ચોરી વાહનો કરી રહ્યા હતા. રેડ દરમ્યાન એક લોડર,2 ટ્રેક્ટર,એક ડમ્પર સહિત વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી સિઝ કરી દંડનાત્મક કામગીરી શરૂ કરવામાં આવી છે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સતત રાત્રીના સમયે અને વહેલી સવારે ખાણ ખનીજ વિભાગની ટીમો વોચ રાખી દરોડા પાડવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર રીતે ખનજ રેતી ચોરી અટકાવવા માટે ફરી તંત્ર એક્ટિવ મોડમાં આવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા જ શેત્રુંજી નદી પટ વિસ્તારમાંથી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરતા ડમ્પર સહિત બોટ ખનીજ ચોરી કરતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી સિઝ કરી દંડ કર્યા બાદ ફરી ખાણ ખનીજ વિભાગ એક્ટિવ મોડમાં આવી સક્રિય થઈ દરોડા પાડવા માટેની કામગીરી શરૂ કરવામા આવી છે.