અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલીમાં પણ ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરેલીના દેવળકી ગામે 5 વિઘાના ઘઉંના ખેતરમાં આગ લગાવાની ઘટના બની છે. ખેતરમાં વીજળીના પોલમાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો ખેડૂતનો દાવો છે. જેમાં ખેડૂતોની મહેનત બળીને ખાખ થઈ ગઈ છે. ખેતરમાં આગ લાગતા તમામ પાક સળગી જતાં ખેડૂતને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.
બીજી તરફ રાજકોટના જેતપુરમાં ઘઉં નદીમાં ઢોળાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના કેરાળી ગામમાં ખેડૂત ખેતરમાંથી ઘઉં ટ્રેકટરમાં ભરીને લઈ આવતા હતા. ત્યારે અચાનક પુલ બેસી જતા ટ્રેકટર અને ઘઉં બધુ નદીમાં પડ્યુ હતુ. જો કે સદનસીબે જાનહાનિ થઈ નથી. પરંતુ ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.