રાજ્યભરમાં દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે. બે દિવસ અગાઉ અમરેલીના વડીયા પોલીસ મથકે નોંધાયેલા સામુહિક દુષ્કર્મના ગુનામાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં આરોપીઓ સાથે જોડાયેલી વધુ એક દેહવ્યાપારની ફરિયાદ વડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
વડિયા પોલીસ સ્ટેશનમાં 26 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઇ હતી જેમાં અનિલ વિનુભાઇ દેસાઇ નામના શખસે એક 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવીને તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયાના ઘરે લઇ ગયો હતો, જ્યાં યુવતીને બળજબરીપૂર્વક સૂવડાવી બચકાં ભર્યા અને માથાના વાળ પકડી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ તેના મિત્ર પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા, દકુ ઉર્ફે નયન રામજીભાઇ વેકરિયા અને સોમા હરપાલભાઇ આલાણીના નામના અન્ય ત્રણ શખસે પણ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ બાદ આ કેસ મામલે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે, જેમાં અમરેલીના ઓમનગરમા મકાન ભાડે રાખીને રહેતી એક દયા રાઠોડ નામની મહિલા અને દીપક નામનો દલાલ ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી તેને જૂદી-જૂદી જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવવા મોકલતી હતા હતા. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને પણ આ દયા રાઠોડ અને દીપકે હવસખોટો પાસે દેહવ્યાર કરવા મોકલી હતી. જે અંગે દેહવ્યપાર કરાવતી દયા રાઠોડ અને દીપક નામના દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરીને દયાને ઝડપી લીધી છે. જેની પુછપરછ ચાલુ છે, આ પુછપરછમાં હજી અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા છે.