News Updates
AMRELI

3 ટાવર સીલ રિલાયન્સ જીયોના:સાવરકુંડલા પાલિકાના બાકી બિલની ચૂકવણી ન કરતા,નેટવર્ક ઠપ્પ

Spread the love

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં આવેલ રિલાયન્સ જીયો ટાવર આવેલ છે. અહીં નગરપાલિકાના બિલ બાકી હોવાને કારણે નગરપાલિકા દ્વારા અવાર નવાર નોટિસો આપી જાણ કરવા છતાં કોઈ જવાબ નહી મળતા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 2022થી 2024 સુધીના નગરપાલિકાના રૂપિયા 10 લાખ રૂપિયા બાકી હતા તે ભરવામાં નહિ આવતા નગરપાલિકાએ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ રિલાન્સ જિયો ટાવર 3 સિલ મારી કાર્યવાહી હાથ ધરતાક નેટવર્ક ઠપ્પ થયાની યુઝર્સમાં ફરિયાદો ઉઠી છે.

જીયોના ટાવર સીલ કરાતા નેટવર્કને અસર પહોંચી છે. જેના કારણે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અને સાંસદ કાર્યવાહી કરાવી ગ્રાહકોને વળતર અપાવે તેવી માંગણી સાવરકુંડલા શહેરના ભાજપ કાર્યકર સહિત ગ્રાહકોએ ઉઠાવી છે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નુકસાન ચૂકવવા અને ગ્રાહકોને વેલીડિટી વધારી આપવા માટે કંપનીને લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નેટવર્ક બંધ થયું હોવાને કારણે લોકોમાં નારાજગીનો માહોલ વધી રહ્યો છે બીજી તરફ નગરપાલિકાની રકમ બાકી હોવાને કારણે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ બોરડે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા રિલાયન્સ જિયો કંપનીના 3 ટાવર સિલ મારવામાં આવ્યા છે. અહીં 2022, 2023, 2024 પછીના રૂપિયા 10 લાખ રૂપિયાના બિલ બાકી છે છતાં કોઈ જવાબ નહિ આપતા સિલ મારવામાં આવ્યા છે.

સાવરકુંડલા શહેર ભાજપ કાર્યકર શરદ પંડ્યાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી શહેરમાં જિયો કંપની દ્વારા જે સર્વિસ આપવામાં આવે છે હાલમાં ચાલતું જ નથી જ્યારે અમે તપાસ કરી તો જાણવા એવું મળ્યું નગરપાલિકામાં ટાવરના ભાડાના પેસા બાકી છે તે ભાડા ભરવામાં ગલ્લાતલ્લા કરતી હોય તો નગરપાલિકા દ્વારા સિલ મારવામાં આવ્યું છે. આ નામાંકિત કંપની છે તેના પાપના કારણે ગ્રાહકોને હાલાકી ભોગવી રહ્યા છે તેના સત્તાધીશોને આ વાત પોહચાડવા વિનંતી અને અમારા ધારાસભ્ય અને સાંસદને ભારત સરકારને વિનંતી કરું છું આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ગ્રાહકોએ એડવાન્સ પેસા આપેલા છે. વેલીડિટી માટેના કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.


Spread the love

Related posts

Amreli:બાબરા નીGIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ ,આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ

Team News Updates

અમને કોણ રોકે!:વરસાદી માહોલમાં મધરાતે સિંહ પરિવાર ફરવા નીકળ્યો, રાજુલાના કોવાયાનો વીડિયો વાઇરલ

Team News Updates

ઊંડા કૂવામાં પડેલી સિંહણના દિલધડક:શિકારની શોધમાં દોટ મૂકતાં અચાનક કૂવામાં ખાબકી, સ્થાનિકે જાણ કરતા જ વનવિભાગની ટીમ દોડી આવી

Team News Updates