અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે.
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છએ. થોરડીનો ઓશો સાગર ચેકડેમ છલકાયો છે. આદસંગ શિર નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ભારે વરસાદથી સ્થાનિક તળાવ છલકાયા છે.
સાવરકુંડલા પંથકમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવનથી અમરેલીમાં કન્યા વિદ્યાલય પાસે મેઈન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરગપરા મેઈન રોડ પર મોટુ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. વડિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. દેવળકી, બાટવાદેવળી, બરવાળા, બાવળમાં પણ મેઘમહેર થઈ છે. ધીમીધીરે વરસાદથી લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.