News Updates
AMRELI

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Spread the love

વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલી જિલ્લામાં વનવિભાગના કાર્યક્રમમાં અમરેલીના સાંસદે વનીકરણ વિભાગની કામગીરીને લઈ ગંભીર સવાલ ઉઠાવતા કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. સાંસદ નારણ કાછડિયાએ વનવિભાગના અધિકારીઓ અને કલેકટરની હાજરીમાં કહ્યું હતું કે, ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઉછરતું નથી. સાંસદ આટલેથી અટક્યા ન હતા અને વૃક્ષારોપણની કામગીરી સામાજિક સંસ્થાને સોંપી દેવાની પણ ભલામણ કરી હતી. સાંસદના નિવેદનના ચાર દિવસ બાદ હવે ગુજરાતના વનમંત્રીએ એક ટ્વિટ કરી અમરેલી જિલ્લામાં પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા હોવાનો દાવો કરતા સાંસદ અને મંત્રી આમને સામને આવી ગયા છે. હવે સવાલ એ ઉભો થયો છે કે, વનીકરણ મામલે સાંસદ સાચા કે મંત્રી?

શું કહ્યું હતું નારણ કાછડિયાએ?
અમરેલી જિલ્લામાં વનવિભાગ દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ વનીકરણ મામલે વનવિભાગની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને વૃક્ષારોપણ સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાના વખાણ કર્યા હતા. સાંસદે કહ્યું હતું કે, મારે દુઃખ સાથે કહેવું પડે કે, ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઉછરતું નથી. સાંસદનના આ નિવેદનના પગલે કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. ચાર દિવસ સુધી આ સન્નાટો રહ્યો હતો. આ મામલે વનમંત્રી મુળુ બેરાએ ટ્વિટ કરતા ફરી એકવાર વનીકરણનો વિવાદ ગરમાયો છે.

શું કહ્યું વનમંત્રી મુળુભાઈ બેરાએ?
અમરેલીમાં વનવિભાગના કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયાના નિવેદનના ચાર દિવસ બાદ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ એક ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, ‘કાર્ય સફળતાની આંકડાકીય માહિતી હંમેશા પ્રેરણાત્મક હોઈ છે’ અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 2.5 લાક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 1.94 લાખ વૃક્ષોનો સફળતાપૂર્વક ઉછેર થયો છે.

અમરેલીવાસીઓની મૂંઝવણ વધી
અમરેલી સાંસદના નિવેદન અને વનમંત્રીના ટ્વિટ બાદ હાલ તો અમરેલી જિલ્લાના લોકોની મૂંઝવણ વધી છે. તે મૂંઝવણ એ છે કે, આ બંનેમાંથી સાચું કોણ? અમરેલી જિલ્લામાં પાંચ વર્ષમાં થયેલા વૃક્ષારોપણમાંથી 80 ટકા વૃક્ષો ઉછર્યા હોવાનો વનમંત્રીએ દાવો કર્યો છે.


Spread the love

Related posts

ઊંડા કૂવામાં પડેલી સિંહણના દિલધડક:શિકારની શોધમાં દોટ મૂકતાં અચાનક કૂવામાં ખાબકી, સ્થાનિકે જાણ કરતા જ વનવિભાગની ટીમ દોડી આવી

Team News Updates

અમને કોણ રોકે!:વરસાદી માહોલમાં મધરાતે સિંહ પરિવાર ફરવા નીકળ્યો, રાજુલાના કોવાયાનો વીડિયો વાઇરલ

Team News Updates

પીપાવાવ પોર્ટ હાઇવે પર સિંહ પરિવારની લટાર:મધરાતે રસ્તા પર આવી જતાં થોડીવાર માટે વાહનોનાં પૈડાં થંભી ગયાં.

Team News Updates