અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલી રેતી ચોરી પર ખાણખનીજ વિભાગે દરોડો પાડી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રેતી ચોરીની પ્રવૃતિઓ સામે આવતી રહે છે. જિલ્લાના ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડી 2 ડમ્પર અને એક ટ્રેકટર સહિત 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.
અમરેલી જિલ્લામાં લીલીયા, સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે. ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતીચોરી ચાલુ રહેતા ખાણખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.