News Updates
AMRELI

કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Spread the love

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્રને મેઘાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઇ છે. તો ડેમો પણ છલકાઇ ગયા છે. અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગાડિયા નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે. અબડાસાની ખારી નદી બે કાંઠે થઇ છે. ભારે વરસાદના પગલે લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો થયો છે. તો રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

સોમનાથમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડિનાર, ઉના, ગીરગઢડા તાલુકાના સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે વહેલી સવારથીજ ધીમીધારે મેઘમહેર થતા એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકામાં આજે વહેલી સવારથી મેઘમહેર થતા વડુંમથક વેરાવળ તથા તાલાલા, કોડીનાર, ઉના, સૂત્રાપાડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે એકથી બે વરસાદ વરસ્યો હતો. તેમજ સોમનાથમાં ધોધમાર વરસાદ વરસતા બે કલાકમાં એક ઇંચ વરસાદથી સોમનાથ મહાદેવને વરૂણ દેવનો જળાભિષેક થયો હતો. વરસતા વરસાદમાં પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા.

લાઠીની ગાગડિયા નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક સાંબેલાધારે તો ક્યાંક ઝરમર ઝરમર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તો લાઠીમાં ધોધમાર વરસાદ પડતાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. લાઠીની ગાગડિયા નદી બે કાંઠે થઇ છે. નદીમાં ઘોડાપૂર આવતાં નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેને લઇને રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ ચોમાસાની શરૂઆતમાં જ ગાગડિયા નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં પાણીના સ્ત્રોત મજબૂત બનશે અને જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.

જામનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આ તરફ જામનગરમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં છે. તો સરકારી કચેરીઓ, સરકારી વસાહતો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયાં છે. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દીવાલ ધરાશાયી થઈ હતી. જેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થઈ છે.

રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
ધોધમાર વરસાદના કારણે રાજકોટ શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા રોડ અને 150 ફૂટ રિંગરોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીને લઈ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રામનાથપરા અને પોપટપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તો જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો છે. આ સાથે જ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી 1 દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં બારેમેધ ખાંગા
કચ્છ જિલ્લામાં મેધરાજાએ બઘડાટી બોલાવી છે. ભારે વરસાદના કારણે ભુજમાં રાજાશાહી સમયની ગઢની દીવાલ ધરાશાયી થઈ છે. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભુજની જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતાં વાહન વ્યહવાર એકમાર્ગી થયો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટા બંધમાં પાણીની આવક શરૂ થઈ છે.

નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ
ભારે વરસાદના પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ થયો છે. તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતા લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણી આવતા આ નદીના વહેતાં પાણી વચ્ચે માલધારીઓએ આજે સવારે હાથમાં દૂધના કેન સાથે દૂધનું પરિવહન કર્યું હતું. બીજી તરફ અબડાસાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું. જ્યારે લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદનાં પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો.

સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીના આંકડા (મિમીમાં)

જામનગર108
ભુજ59
વેરાવળ55
પોરબંદર41
અબડાસા42
સુત્રાપાડા42
માળિયા હાટિના41
માંગરોળ39
દ્વારકા39
નખત્રાણા39
કલ્યાણપુર37
કોડિનાર37
ગીર ગઢડા35
રાણાવાવ34
લાઠી30
લખપત29
ધ્રોલ25
કેશોદ25
કુતિયાણા23
સાવરકુંડલા23
તલાલા22


Spread the love

Related posts

15 કલાકથી ગુમ બે ભાઇના અંતે મૃતદેહ મળ્યા:રાજુલામાં રમતાં-રમતાં બે ભાઈ ગાયબ થઈ ગયા, આખી રાતની શોધખોળ બાદ તળાવમાંથી બંનેની લાશ મળી, મોઢા પર ઇજાનાં નિશાન

Team News Updates

ઓરેન્જ એલર્ટ આજે વરસાદનું અમરેલીમાં: વડીયાના સુરવો ડેમમાં 4 ફૂટ નવા નીરની આવક

Team News Updates

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates