News Updates
AMRELI

Amreli:બાળકનો શિકાર  સિંહણે કર્યો બાળકનું મોત જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં

Spread the love

અમરેલી જિલ્લાના જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે એક બાળકનો શિકાર કર્યો છે.ખેત મજૂરી કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો. બાળકને વાડી વિસ્તારમાંથી ઉઠાવી જઇને સિંહણ દૂર સુધી ઢસડી ગઈ હતી.

ગુજરાતના જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ગીર જંગલમાં સિંહનો વસવાટ છે. જો કે ઘણી વાર આ સિંહ રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે. જો કે તેઓ મનુષ્યને નુકસાન પહોંચાડતા નથી. તે પશુઓનો શિકાર કરવા રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે. જો કે તાજેતરમાં આનાથી વિપરિત એક ઘટના સામે આવી છે. જાફરાબાદના એક ગામમાં સિંહણે બાળકનો શિકાર કર્યો છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે એક બાળકનો શિકાર કર્યો છે.ખેત મજૂરી કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો. બાળકને વાડી વિસ્તારમાંથી ઉઠાવી જઇને સિંહણ દૂર સુધી ઢસડી ગઈ હતી. જે પછી પરિવાર અને RFOની ટીમે બાળકની શોધખોળ શરુ કરી હતી.

સ્થાનિક લોકો અને વનવિભાગને મોડી રાતે દૂરથી બાળકના અવશેષો મળ્યા હતા. વનવિભાગ અને પરિવાર દ્વારા અવશેષોને લઇને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન્યપ્રાણીની અવરજવરના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. વનકર્મીઓ દ્વારા સિંહણને પકડવા ઓપરેશન હાથ ધર્યું છે.


Spread the love

Related posts

50 લાખ ઉપરાંતના વાહનો જપ્ત કર્યા ટ્રેક્ટર અને ડમ્પર સહિત, શેત્રુંજી નદીના પટમાં રેતીની ચોરી કરતાં રેડ ખાણ ખનીજ વિભાગની

Team News Updates

સગા કાકાએ દુષ્કર્મ આચર્યું 4 વર્ષની માસૂમ પર:અમરેલીમાં ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી, કાકીએ પગ પકડી રાખ્યા ને કાકાએ બાળકીને પીંખી નાખી

Team News Updates

કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Team News Updates