News Updates
AMRELI

બીજી હત્યા  5 દિવસમાં અમરેલીમાં:ગળું દબાવી હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો,રાજુલામાં યુવકની નગ્ન હાલતમાં લાશ મળવાનો મામલો

Spread the love

અમરેલીમાં તારીખ 09-05-2024 સવારે લાશ હોવાના સમાચાર મળતા રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યા ગળેફાસો ખાધેલી નગ્ન હાલતમાં લાશ હોવાને કારણે પોલીસ ચોકી ઉઠી હતી પોલીસે લાશને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને શરીર ઉપર કોઈ મોટા ઇજાના નિશાન નહિ હોવાને કારણે પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત કર્યાનું અનુમાન લગાવ્યું હતું. ત્યારબાદ પરિવાર જનો દ્વારા મૃતકની હત્યા કોઈ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં લાશને ખસેડી હતી. ભાવનગરમાં ગઈ કાલે હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઈન્કાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા સમજાવટ કરી મામલો થાળે પાડી અંતિમ વિધિ કાલે કરવામાં આવી હતી. આ ઘટનામાં અમરેલી SP હિમકર સિંહ દ્વારા ઘટનાને ગંભીરતા દાખવી લોકલ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજુલા પહોંચી તપાસ હાથ ધરી હતી. અલગ અલગ દિશામાં રાજુલા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજુલા પોલીસ મથકમાં મૃતકની પત્ની કૈલાસબેનએ ફરીયાદ આપી હત્યાનો ગુનો નોંધાવ્યો છે. ફરીયાદીની પત્ની પોતાના બાળકો સાથે વેકેશનમાં ગઈ હતી. પતિ રમેશભાઈ ઘરે એકલા હતા અને અજાણ્યા ઈસમો દ્વારા પતિનું ગળું દબાવી હત્યા કરી ગળાફાસો આપી દીધો હતો. નગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. હાલમાં હત્યાનો ગુનો નોંધાયો છે.

5 દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી છે. પ્રથમ સાવરકુંડલા શહેરમાં મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી. ત્યારે આજે રાજુલામાં હત્યાની ઘટના સામે આવતા 5 દિવસમાં હત્યાની બીજી ઘટના બની છે. રાજુલા થયેલી હત્યાનો ભેદ હજુ ખુલ્યો નથી. આ મામલે ડી.વાય.એસ.પી.નો વારંવાર સંપર્ક કરવા છતાં તેઓએ મોબાઈલ ફોન રિસીવ કર્યો ન હતો.


Spread the love

Related posts

3 ટાવર સીલ રિલાયન્સ જીયોના:સાવરકુંડલા પાલિકાના બાકી બિલની ચૂકવણી ન કરતા,નેટવર્ક ઠપ્પ

Team News Updates

ઊંડા કૂવામાં પડેલી સિંહણના દિલધડક:શિકારની શોધમાં દોટ મૂકતાં અચાનક કૂવામાં ખાબકી, સ્થાનિકે જાણ કરતા જ વનવિભાગની ટીમ દોડી આવી

Team News Updates

અમને કોણ રોકે!:વરસાદી માહોલમાં મધરાતે સિંહ પરિવાર ફરવા નીકળ્યો, રાજુલાના કોવાયાનો વીડિયો વાઇરલ

Team News Updates