News Updates
GIR-SOMNATHGUJARAT

સોમનાથ મહાદેવના દર્શન કરી જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 તાલીમાર્થીઓ સહિત રેન્જ આઇ.જી એ ધ્વજાપૂજા કરી

Spread the love

સોમનાથ મંદિર પર ઇન્દ્રદેવના જલાભિષેક સાથે અલૌકિક સ્વરૂપના દર્શન કરી પોલીસ તાલીમાર્થીઓએ હરહર મહાદેવના નાદથી પરિસર ગુંજતું કર્યું

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોલીસ તાલીમાર્થીઓ માટે વિશેષ પૂજન તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી

રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરર્સિંહ જાડેજા પૂજામાં યજમાન બન્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના 842 એ.એસ.આઇ તાલીમાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાવવાનું વિશેષ આયોજન કરાયું હતું. ઝેડ પ્લસ સિક્યુરિટી માં આવતું સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હોવાની સાથે કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે તાલીમાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજામાં ભાગ લઈ શકે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ સમજી શકે તેના માટે પોલીસ તંત્ર દ્વારા આ વિશેષ આયોજન કરાયું હતું. ત્યારે સોમનાથ ટ્રસ્ટ રેન્જ આઇ.જી અને પોલીસ વિભાગ સહિત 842 ભાવિ પોલીસ અધિકારીઓનું યજમાન બન્યું હતું.

મુખ્ય પ્રવેશ દ્વારથી સ્વાગત કરીને તમામ તાલીમાર્થીઓને નૃત્ય મંડપથી મુખ્ય મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સોમનાથ તીર્થના પુરોહિતો દ્વારા આવનાર તમામ તાલીમાર્થીઓને સોમનાથ મહાદેવનું ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ઉત્તમ દર્શન કરાવ્યા બાદ તમામ તાલીમાર્થીઓને ધ્વજા પૂજા માટે લઈ જવામાં આવ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા જુનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ અધિકારીઓને સમગ્ર પોલીસ તંત્ર વતી ધ્વજા પૂજા કરાવવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓ આ પૂજાના સાક્ષી બને તેના માટે ટ્રસ્ટના લાઈટ એન્ડ સાઉન્ડ શો પવેલિયનમાં ધ્વજા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન અવિરત વરસાદથી સ્વયં ઇન્દ્રદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું. મહાદેવના દર્શન પૂજન અને ઇન્દ્ર દેવનો જિલ્લાભિષેક જોઈ તાલીમાર્થીઓ પણ શિવભક્તિમાં લીન થયા હતા અને હર હર મહાદેવ જય સોમનાથના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

પત્નીના અફેરથી કંટાળી પતિનો આપઘાત:GRD તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસકર્મી સાથે સંબંધ બાંધ્યો; પતિ સામે જ પ્રેમી સાથે વાત કરતી

Team News Updates

9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા:સ્નાન અને દાનની સાથે સાથે મૌન વ્રત રાખવાનો પણ દિવસ છે, પુરાણોમાં તેને અખૂટ પુણ્ય આપવાની તિથિ કહેવામાં આવી છે

Team News Updates

Jamnagar:કરૂણ બનાવ જામનગરનો:પાંચ મહિના પહેલા પતિનું અવસાન થતાં તેના વિયોગમાં પત્નીએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

Team News Updates