News Updates
NATIONAL

બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં હિંસા, 11ની હત્યા:કૂચ બિહારમાં યુવક મતપેટી લઈને ભાગ્યો, સાઉથ 24 પરગણાંમાં TMCના કાર્યકરોએ લોકોને ધમકાવીને મતદાન કરાવ્યું, બોમ્બમારો

Spread the love

પશ્ચિમ બંગાળના 22 જિલ્લાની 73,887 ગ્રામપંચાયત બેઠકમાંથી 64,874 પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા અને બેલેટ પેપર સળગાવવાના અહેવાલો આવી રહ્યા છે. 1 વાગ્યા સુધીમાં 36.66% મતદાન થયું છે. ચૂંટણીના પરિણામો 11 જુલાઈના રોજ આવશે.

સુરક્ષા જવાનોની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. બૂથમાં લૂંટફાટ, બેલેટ પેપર ફાડવા, બેલેટ પેપર સળગાવવાની ઘટનાઓ અનેક વિસ્તારોમાંથી જોવા મળી હતી. કૂચબિહારના માથભંગા-1 બ્લોકના હઝરાહાટ ગામમાં એક યુવક મતપેટી લઈને ભાગી ગયો હતો.

મોટા ભાગની અથડામણ અને હિંસા મુર્શિદાબાદ જિલ્લામાંથી નોંધાઈ છે. શનિવારે સવારે અહીંના બેલડાંગા અને તુફાનગંજમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આવી જ ઘટના શુક્રવારે રાત્રે રેજીનગરમાં બની હતી. અહીં બોમ્બવિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. TMCએ દાવો કર્યો છે કે આ ત્રણ કાર્યકર્તા તેમની પાર્ટીના છે.

સાઉથ 24 પરગણાંના ભાંગડ બ્લોકના જમીરગાછીમાં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) અને TMCના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. અહીં ગામના લોકોએ કહ્યું હતું કે TMCના લોકો કોથળામાં બોમ્બ ભરીને લાવ્યા હતા. TMCના કાર્યકરો ગામના લોકોને ડરાવીને મતદાન કરાવી રહ્યા હતા. તેમણે એટલા બોમ્બ ફેંક્યા કે બે કલાક સુધી મતદાન અટકાવી દેવામાં આવ્યું. મીડિયાકર્મીઓ તરફ પણ કેટલાક બોમ્બ ફેંક્યા હતા. હાલમાં અહીં કેન્દ્રીય દળ તહેનાત કરાયું છે.

છેલ્લા 24 કલાકમાં પાંચ જિલ્લામાં ચૂંટણી હિંસામાં 11 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 6 TMC કાર્યકર્તા, એક કોંગ્રેસ કાર્યકર, એક CPI(M) કાર્યકર, એક ભાજપના ઉમેદવારના પોલિંગ એજન્ટ, એક ISF કાર્યકર અને એક અપક્ષ ઉમેદવારના પોલિંગ એજન્ટ સામેલ છે. 9 જૂનથી થયેલી હિંસક ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 28 થઈ ગયો છે.

મતદાન અપડેટ્સ

  • રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું હતું કે હું સવારથી મેદાનમાં બહાર છું. લોકોએ મને કહ્યું હતું કે કેવી રીતે ગુંડાઓ તેમને મતદાન કરવા દેતા નથી. ચૂંટણી બુલેટથી નહીં, પણ બેલેટથી થવી જોઈએ.
  • પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ બ્લોક 1ના રહેવાસીઓએ ટીએમસી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
  • લોકોનું કહેવું છે કે મહંમદપુરના બૂથ નંબર 67 અને 68માં કેન્દ્રીય દળ તહેનાત કરવામાં આવે. તેઓ એ સિવાય મતદાન કરશે નહીં.
  • શનિવારે વહેલી સવારે મુર્શિદાબાદના શમશેરગંજ વિસ્તારમાં ટીએમસી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં ટીએમસીના એક કાર્યકરને ગોળી વાગી હતી.
  • માલદાના રતુઆ ચાંદમોની વિસ્તારમાં બોમ્બવિસ્ફોટમાં મેઝારુલ હક નામનો યુવક ઘાયલ થયો હતો.
  • હુગલીના આરામબાગમાં અપક્ષ ઉમેદવાર જહાંઆરા બેગમના એજન્ટ પર ટીએમસીના કાર્યકરોએ ગોળી મારી હતી.
  • તૃણમૂલનો આરોપ છે કે કેન્દ્રીય દળના કર્મચારીઓ ઘણાં મતદાન કેન્દ્રો પર લોકોને બીજેપીને મત આપવા માટે કહી રહ્યા છે.
  • હુગલીના તારકેશ્વરમાં અપક્ષ ઉમેદવારની પુત્રીને ગોળી મારી દેવામાં આવી હતી. લોકોનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ ગોળી મારી હતી.

બીજી તરફ, ખરગ્રામ ગામમાં કોંગ્રેસના કાર્યકરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે. સવારે મતદાન શરૂ થતાંની સાથે જ કૂચ બિહારના સીતાઈમાં બારાવિતા પ્રાથમિક શાળાના મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરને આગ ચાંપી દેવામાં આવી હતી.

ચૂંટણી મતપત્રથી થવી જોઈએ, ગોળીઓથી નહીં…’
ઉત્તર 24 પરગણાં પહોંચેલા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું, ‘હું સવારથી મેદાનમાં છું… લોકોએ મને વિનંતી કરી, રસ્તામાં મારા કાફલાને રોક્યો. તેમણે મને આસપાસ થઈ રહેલી હત્યાઓ વિશે જણાવ્યું, ગુંડાઓ દ્વારા તેમને મતદાન મથકો પર જવા ન દેવા વિશે જણાવ્યું. આ મામલે અમે સૌ ચિંતિત છીએ. લોકશાહી માટે આ સૌથી પવિત્ર દિવસ છે…ચૂંટણી મતપત્રથી થવી જોઈએ ગોળીઓથી નહીં…’


Spread the love

Related posts

KD હોસ્પિટલ પર સાયબર એટેક:રેન્સમવેર વાઇરસથી સર્વર હેક કરી બીટકોઇનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ, CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ

Team News Updates

બહાર પડશે સિક્કા અને ટિકિટ: બંધારણના 75 વર્ષ પૂર્ણ;રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના બંને ગૃહોને સંબોધશે

Team News Updates

આંધ્ર- તેલંગાણામાં પૂરમાં 19 મોતને ભેટ્યા,વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન, 2 મહિલાના મોત, 3 ઘાયલ

Team News Updates