News Updates
INTERNATIONAL

સેના જ ચલાવશે પાકિસ્તાનની રાજનીતિ: PM અનવારુલ હક કાકરે

Spread the love

પાકિસ્તાનમાં સેનાની ભૂમિકાને સમજાવતા કાકરે કહ્યું કે જ્યાં સુધી નાગરિક વ્યવસ્થાપન સંસ્થાઓ મજબૂત ન થાય ત્યાં સુધી દેશની સેના રાજકીય બાબતો પર પોતાની પકડ જાળવી રાખશે. સેનાએ અત્યાર સુધી સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં શાનદાર કામગીરી કરી છે. કામચલાઉ વડાપ્રધાન કાકરે તુર્કીની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતો કહી.

પાકિસ્તાનની રાજનીતિમાં સેનાની ભૂમિકા જાણીતી છે. કહેવાય છે કે પાકિસ્તાનની સ્થિતિ અને દિશા બંને સેના નક્કી કરે છે. આઝાદીના 75 વર્ષની સફરમાં દેશની સેનાએ સૌથી વધુ સમય શાસન કર્યું. સેનાએ હંમેશા પાકિસ્તાન (Pakistan) અને તેની રાજનીતિમાં દખલગીરી કરી છે. હવે પાકિસ્તાનના કામચલાઉ વડાપ્રધાન અનવારુલ હક કાકરે પાકિસ્તાની સેનાની ભૂમિકા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

પાકિસ્તાનમાં સેનાની ભૂમિકાને સમજાવતા કાકરે કહ્યું કે જ્યાં સુધી નાગરિક વ્યવસ્થાપન સંસ્થાઓ મજબૂત ન થાય ત્યાં સુધી દેશની સેના રાજકીય બાબતો પર પોતાની પકડ જાળવી રાખશે. સેનાએ અત્યાર સુધી સુરક્ષા અને વિદેશ નીતિના મામલામાં શાનદાર કામગીરી કરી છે. કામચલાઉ વડાપ્રધાન કાકરે તુર્કીની ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતો કહી.

સરકારોએ લાભ માટે સેના સાથે ગઠબંધન કર્યું

કાકરેએ પાકિસ્તાની સેના અને નાગરિકો વચ્ચેના સંબંધો પર પણ ખાસ ટિપ્પણી કરી હતી. તેમને કહ્યું “વ્યક્તિગત રીતે હું નાગરિક-લશ્કરી સંબંધોને શુદ્ધ સરકારી માળખા તરીકે જોઉં છું,” અન્ય સરકારો પર નિશાન સાધતા કાકરે કહ્યું કે તમામ સરકારોએ પોતાના ફાયદા માટે સૈન્ય સંસ્થાન સાથે જોડાણ કર્યું છે. પરંતુ સત્તામાંથી બહાર થયા પછી તેઓ સેનાની ટીકા કરવાનું શરૂ કરે છે અને તેમની નિષ્ફળતા માટે તેને જવાબદાર ઠેરવે છે.

અમેરિકાએ ઈમરાનને સત્તા પરથી હટાવ્યા?

પીએમએ દેશમાં સેનાની ભૂમિકાને ઘટાડવાના ઉપાયો પણ સૂચવ્યા હતા. તેમણે કહ્યું કે જો કોઈ ખરેખર ઈચ્છે છે કે રાજ્યમાં સેનાની દખલગીરી ઓછી થાય તો આપણે નાગરિક સંસ્થાઓની ક્ષમતા વધારવી જોઈએ. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા પાછળ અમેરિકાનું કથિત ષડયંત્ર હતું. જોકે,કાકરેએ આ દાવાઓને ફગાવી દીધા છે.

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનને એપ્રિલ 2022માં અવિશ્વાસનો મત હાર્યા બાદ સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. આ પછી તેમણે આરોપ લગાવ્યો કે તેમની સરકારના સ્વતંત્ર વિદેશ નીતિના નિર્ણયોને કારણે અમેરિકાએ આવું ષડયંત્ર રચ્યું છે.


Spread the love

Related posts

કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી:મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત

Team News Updates

અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક ઝટકો, ડ્રગ્સની દાણચોરી માટે જવાબદાર ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર લગાડ્યો પ્રતિબંધ

Team News Updates

મકાન માલિકે ઘરમાં 24 થી વધુ કેમેરા લગાવ્યા છે, ઇન્સ્ટોલ કરવામાં એક મહિનાનો સમય લાગ્યો

Team News Updates