News Updates
INTERNATIONAL

260 મુસાફરો સવાર હતા,140 લોકો ગુમ, 49ના મોત,  71ને બચાવ્યા,યમનના સમુદ્રમાં બોટ ડૂબી

Spread the love

યમનમાં મંગળવારે (11 જૂન) અદનના દરિયાકાંઠે શરણાર્થીઓથી ભરેલી એક બોટ પલટી ગઈ હતી, જેમાં 49 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ગુમ થયા હતા. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, બોટમાં 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા.

આ શરણાર્થીઓ પૂર્વ આફ્રિકાથી યમન જઈ રહ્યા હતા. આ લોકો યમનથી લગભગ 600 કિલોમીટર દૂર આવેલા પૂર્વ આફ્રિકાના સોમાલિયાથી સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે રવાના થયા હતા. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 71 લોકોને બચાવી લેવાયા હતા. જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે.

IOMએ 31 મહિલાઓ અને 6 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. IOM અધિકારીઓને ડર છે કે મૃત્યુઆંક વધી શકે છે. હાલ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

IOMના અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટમાં 115 સોમાલી અને 145 ઇથોપિયન નાગરિકો હતા. તેમણે કહ્યું કે IOM ટીમે મર્યાદિત સંસાધનોની મદદથી બચાવ કાર્ય કરવું પડશે.

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના જણાવ્યા અનુસાર, બોટ રવિવારે સોમાલિયાના બોસાસોથી રવાના થઈ હતી. તેમણે કહ્યું કે દર વર્ષે હજારો આફ્રિકન માઇગ્રન્ટ્સ સાઉદી અરેબિયા પહોંચવા માટે પૂર્વીય માર્ગ દ્વારા યમનથી લાલ સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરે છે.


યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે એપ્રિલમાં બે અઠવાડિયામાં આવી અલગ-અલગ ઘટનાઓમાં 62થી વધુ લોકો માર્યા ગયા હતા. IOM અધિકારીઓએ જણાવ્યું કે 2014થી અત્યાર સુધી આ માર્ગ પર 1860થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે 2023માં આ માર્ગ પરથી જનારા શરણાર્થીઓની સંખ્યા 90 હજારથી વધુ હતી. આ કારણે યમનમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા હવે 4 લાખની નજીક પહોંચી ગઈ છે.


Spread the love

Related posts

અફઘાનિસ્તાનના  આતંકીઓ ભારતમાં કેમ ઘૂસવા માગે છે?:ગુજરાતમાં જેનું મોડ્યુલ પહેલીવાર મળ્યું તે ISKP આતંકી સંગઠન શું છે? શું ISI તેને મદદ કરે છે?

Team News Updates

ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

Team News Updates

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના છોકરા પર હુમલો:16માં જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા જતો હતો, 20 વર્ષના આરોપીની ધરપકડ

Team News Updates