News Updates
GUJARAT

વાયરસને લઈને સંપૂર્ણ સજ્જ લીમખેડા CHC સેન્ટર ચાંદીપુરા

Spread the love

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાંદીપુરા વાયરસને લઈને આગમચેતીના ભાગરુપે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી દેવામા આવી છે, સી.એચ.સી. સેન્ટર પર રાઉન્ડ ધ ક્લોક પુરતો સ્ટાફ ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય વિભાગ તરફ વ્યવસ્થાઓ ગોઠવવામા આવી છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને દહેજતનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા તેમજ તાલુકાના આરોગ્ય કેન્દ્રને જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન આપવામાં આવી છે જેના ભાગરૂપે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે આજે લીમખેડાના સી.એચ.સી. સેન્ટરની મુલાકાત લીધી હતી.

લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય વિભાગ તરફથી ઠેર ઠેર ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું સાથે સીએસસી સેન્ટરમાં સ્વચ્છતા અને લઈને પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે સાથે સીએસસી સેન્ટર પર પૂરતો મેડીકલ સ્ટાફ પર ઉપલબ્ધ જોવા મળ્યો હતો. સાથે ઓક્સિજન સિલિન્ડર સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવામા આવી હતી,

લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.નિરવ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, લીમખેડા તાલુકામા અત્યાર સુધી ચાંદીપુર વાયરસનો કોઈ શંકાસ્પદ કેસ નોધાયેલ નથી અને સરકાર અને આરોગ્ય વિભાગ તરફથી ચાંદીપુરા વાયરસને લઈને જે પણ ગાઈડલાઈન આપવામા આવી છે તે પ્રમાણેની કામગીરી કરવામા આવી રહી છે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા ગ્રામ્ય વિસ્તારના કાચા અને તિરાડો વાળા મકાનોમા ડસ્ટિંગ કરવામા આવી રહ્યુ છે, સાથે સ્કૂલો, આંગણવાડીઓ, સરકારી દવાખનાઓમા પણ ડસ્ટિંગ કરવામા આવી રહ્યુ છે, સાથે આરોગ્ય કેન્દ્રના MPHW અને FHW કર્મચારીઓ દ્વારા સતત સર્વેની કામગીરી કરવામા આવી રહી છે, અત્યાર સુધી લીમખેડા તાલુકામા ચાંદીપુરનો કોઈ કેસ નોંધાયેલ નથી, શાષ્ટા ગામનો એક કેસ સામે આવ્યો હતો, પરંતુ તે પરિવાર મજુરી અર્થે સુરેન્દ્રનગર રહેતો હતો અને ત્યા જ કેસ નોધાયો હતો, હાલમા ચાંદીપુર વાયરસનો કોઈ કેસ નોંધાયેલ નથી તેમ જણાવ્યુ હતુ.

લીમખેડા સીએસસી સેન્ટર પર ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્યતંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.એમ.મછારે જણાવ્યુ હતુ કે, લીમખેડા તાલુકામા આંગણવાડીઓ, સ્કૂલો અને કાચા મકાનો પર ડસ્ટિંગ કરવામા આવી રહ્યુ છે, લીમખેડા સી.એચ.સી. સેન્ટર પર ઓક્સિજન, પુરતો મેડીકલ સ્ટાફ રાખવામા આવેલ છે. જો કોઈ ચાંદીપુર વાયરસનો શંકાસ્પદ કેસ જણાઈ આવે તો તેને લીમખેડા સી.એચ.સી. સેન્ટર પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને દાહોદ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલમા મોકલી આપવામા આવે છે, જ્યા દર્દીના તમામ મેડીકલ રીપોર્ટ અને સારવાર કરવામા આવે છે.

ચાંદીપુર વાયરસ જે સેન્ડફ્લાય માખી દ્વારા ફેલાય છે. 0 થી 14 વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારીની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાયને ઓળખીને તેના વિશે જાગૃતિ કેળવવી જરૂરી છે. ત્યારે લીમખેડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.એમ.મછારે આ અંગે સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે અને તેનાથી રક્ષણના ઉપાયો જણાવ્યા છે.

સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે. સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે. સેન્ડફલાય ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરમ વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.


સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે, સૂર્ય પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં. સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે સેન્ડફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવ રોગના લક્ષણો છે. લીમખેડા તાલુકામા કોઈ પણ બાળકમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા દર્દીને દવાખાને સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા લીમખેડા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સી.એમ.મછાર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Spread the love

Related posts

17મો હપ્તો આ તારીખે ખાતામાં આવી શકે છે,12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર

Team News Updates

ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી 4 ફેક્ટરી પર ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. 

Team News Updates

ધાર્મિક દૃષ્ટિએ ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ:આ મહિનામાં ઉજવાશે ગીતા જયંતિ અને દત્તાત્રેય પૂર્ણિમા જેવા મોટા તહેવારો, જાણો આ તહેવારો પર કયા-કયા શુભ કાર્યો કરવા

Team News Updates