News Updates
RAJKOT

રિક્ષાગેંગ ફરી સક્રિય રાજકોટમાં:બહેનના ઘરે જવા રિક્ષામાં બેઠા મેંદરડાના યુવક,40 હજારની રોકડ સેરવી લીધી ગઠિયાઓ બેગમાંથી

Spread the love

રાજકોટમાં ફરી રિક્ષાગેંગ સક્રિય બની છે. ગોંડલ રોડ ચોકડીએ રિક્ષામાં બેઠેલા મેંદરડાના યુવકને શિકાર બનાવી 40 હજારની રોકડ સેરવી લેતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડાના આંબાળા ગામે રહેતા નરેન્દ્ર જેઠાભાઈ મકવાણા કામ સબબ રાજકોટ આવ્યા હતાં. ત્યારે ગોંડલ રોડ ચોકડીએ બસમાંથી ઉતરી તેમના બહેન ગોંડલ રોડ પાસે આવેલ નર્મદ ટાઉનશીપમાં રહેતા લીલાવતીબેનના ઘરે જવા માટે તેઓ રિક્ષાની રાહ જોતાં હતા. ત્યારે એક રિક્ષા તેમની પાસે આવીને ઉભી રહી હતી અને તેમને મુસાફર તરીકે બેસાડી રિક્ષાચાલકે રિક્ષા હંકારી હતી. ત્યાથી થોડે દૂર ગયા બાદ રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સમાંથી એક શખ્સે કહ્યું કે, મારે પગ દુઃખે છે, તમે થોડા સાઈડમાં હટી જાવ. જેથી નરેન્દ્રભાઈ રિક્ષામાંથી થોડે દૂર બેઠા બાદ રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખી મારે આગળ જવું નથી તમે ઉતરી જાવ તેવુ કહી અટિકા ફાટક પાસે ઉતારી ભાડુ માગ્યા વગર જતો રહ્યો હતો.

આ પછી નરેન્દ્રભાઈએ તેમની બેગ ચેક કરતાં બેગમાં રહેલા 40 હજાર રોકડા અને આધાર કાર્ડ જોવા ન મળતા માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates

જેતપુરમાં માતા હોસ્પિટલમાં સારવારમાં હતી ત્યારે એકલતાનો લાભ લઈ સાવકા પિતાએ સગીર વયની પુત્રી પર દુષ્કૃત્ય આચર્યું

Team News Updates

Rajkot:બ્લડની અછત રાજકોટ સિવિલમાં:45 બોટલ જ બ્લડ મળે છે દરરોજ 80 બોટલની જરુરિયાત સામે,ખાધ પૂરી કરવા તબીબો અને સ્ટુડન્ટ્સ રક્તદાન માટે આગળ આવ્યા

Team News Updates