News Updates
SURAT

SURAT:6 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યો અડપલા,ઉધનામાં સામાન ખરીદવા ગયેલી

Spread the love

સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ ઉધનામાં 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટના બની છે. બાળકી સામાન લેવા દુકાનમાં પહોંચી હતી ત્યારે દુકાનદારે બાળકી સાથે અડપલા કર્યાં હતા.

ગુજરાતમાં દિવસે દિવસે હેવાનીયતની હદ વટાવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ ઉધનામાં 6 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાની ઘટના બની છે. બાળકી સામાન લેવા દુકાનમાં પહોંચી હતી ત્યારે દુકાનદારે બાળકી સાથે અડપલા કર્યાં હતા.

બાળકીએ પરિજનોને જાણ કરતા રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ દુકાનદારને મેથીપાક ચખાડ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે છેડતીબાજ દુકાનદારની ધરપકડ કરી છે. તો ઉધના પોલીસે દુકાનદાર વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર સગીરા તેના મિત્ર જોડે બેસી હતી ત્યારે અજાણ્યા શખ્શોએ આવી દુષ્કર્મ આચર્યું હતુ. અજાણ્યા લોકોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો.

નજીકમાં અવાવરુ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતુ. ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતુ. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે તપાસનો વિષય છે. ઘટનાની જાણ થતા સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે હાલ પોલીસે DOG સ્કોડની મદદ લેવાઈ છે.


Spread the love

Related posts

SURAT:બિલ્ડિંગના સાતમાં માળેથી કૂદકો માર્યો સુરતમાં UPSCની તૈયારી કરતા યુવકે, પરીક્ષાના નાપાસ થતા ડિપ્રેશનમાં પગલું ભર્યું

Team News Updates

SURAT:અડપલા જાહેરમાં ચોકલેટ ખરીદવા ગયેલી બાળકી સાથે:10 વર્ષની બાળકીની છેડતી કરી લિંબાયતમાં કરિયાણાના 65 વર્ષીય વેપારીએ 

Team News Updates

Tapi:પર્દાફાશ આંતર રાજ્ય સરકારી ખાતર કૌભાંડનો:400 જેટલી ગુણો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી LCBએ કર્યો

Team News Updates