News Updates
GUJARAT

Sabarkantha:ચેકડેમ ઓવરફલો થયા,ઇડર અને વિજયનગરમાં રાત્રે વરસાદ વરસ્યો

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વડાલી, ઇડર અને વિજયનગર વરસાદ વરસ્યો હતો. જેને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યા હતા તો ચેકડેમ પણ ઓવરફલો થયા જ્યારે વડાલી આસપાસ વિસ્તારમાં ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી ત્રણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. પ્રથમ વડાલીમાં બે કલાકમાં ધોધમાર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈને રોડ પર પાણી ભરાયા હતા. તો કેનાલમાં પાણી આવ્યું હતું બીજી તરફ ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને લઈને પાક કાઢવાના સમયે વરસાદને લઈને નુકશાનની ભીતિ સર્જાઈ છે. બીજી રાત્રીના સમયે ઇડર અને વિજયનગરમાં ભારે પવન અને વીજળીના ચમકારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને બફારામાં રાહત મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં ચેલાલ 24 કલાકમાં વડાલી 15 મીમી, વિજયનગર 07 મીમી અને ઇડર 05 મીમી વરસાદ નોંધાયો છે.

ગુહાઈ જળાશય 58.11 ટકા હાથમતી જળાશય 76.17 ટકા,હરણાવ 100 ટકા,જવાનપુરા 100 ટકા જેમાં 300 કયુસેક પાણીની આવક અને 300 કયુસેક પાણીની જાવક,ગોરઠીયા 100 ટકા જેમાં 350 કયુસેક પાણીની આવક અને 350 કયુસેક પાણીની જાવક, ખેડવા જળાશય 76.16 ટકા ભરાયો 100 કયુસેક પાણીની આવક અને 100 કયુસેક પાણીની જાવક છે જેમાં નદીમાં 75 કયુસેક અને 25 કયુસેક પાણીની કેનાલમાં જાવક છે.


Spread the love

Related posts

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates

જૂનાગઢ સિવિલમાં અંધેર વહિવટ, દર્દીઓ પરેશાન:બે બે દિવસ સુધી ડોક્ટરો દર્દીને તપાસવા ફરકતા નથી, દર્દીઓ પૂછે તો ઉડાવ જવાબ આપીને કહે છે કે ઉતાવળ હોય તો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય

Team News Updates