News Updates
GUJARAT

Gujarat:અનેક વિસ્તારોમાં પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Spread the love

આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા ફરી એક વાર ગુજરાતને ધમરોળી શકે છે. આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.

આજે નવસારી, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલી સહિતની જગ્યાએ ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાય તેવી શક્યતા છે.


Spread the love

Related posts

જામનગરના યુવાનને મોતની છલાંગ લગાવી નદીમાં બાઈક સાથે,પિતાએ ઠપકો આપતા માઠુ લાગ્યું  દારૂ અને જુગારની ટેવ અંગે,બેડની નદીમાં કુદી જીવન ટૂંકાવ્યું

Team News Updates

વર્ષોથી પડેલાં લાખો શ્રીફળ હજી બગડ્યાં નથી:’દાદા’નું અદભુત મંદિર,બનાસકાંઠામાં સંતે મીઠો ઠપકો આપ્યો અને બનવા લાગ્યો શ્રીફળનો પહાડ

Team News Updates

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Team News Updates