News Updates
BUSINESS

શેર બજારમાં તેજી છેલ્લા કલાકમાં જોરદાર ખરીદીને કારણે,Nifty પહેલીવાર 26,000 તો સેન્સેક્સ 85,000ની હદ વટાવી

Spread the love

ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી બેન્ક, ફાર્મા, રિયલ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે બુધવારે શરૂઆતી કારોબારમાં શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે અને 25 સપ્ટેમ્બરના રોજ શરૂઆતી કારોબારમાં શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો

આજે છેલ્લા કલાકોમાં શેરબજારમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 255.83 પોઈન્ટના ઉછાળા સાથે 85,169.87 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 63.75 પોઈન્ટ વધીને 26,004.15 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

દિવસભર લીલા અને લાલ નિશાન વચ્ચે સ્વિંગ કર્યા પછી, છેલ્લા કલાકમાં બજારમાં તેજી આવી હતી, જેના કારણે બંને શેરબજાર લીલા નિશાનમાં બંધ થયા.

ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી બેન્ક, ફાર્મા, રિયલ્ટીમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે બુધવારે અને 25 સપ્ટેમ્બરના રોજ શરૂઆતી કારોબારમાં શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો.

શરૂઆતી ઘટાડો રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ તેનું મુખ્ય કારણ હતું. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ખોટમાં રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી 225 અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પ્રોફિટમાં હતો.

મંગળવારે યુએસ બજારો સકારાત્મક પોઝીટીવ પર બંધ થયા હતા. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.28 ટકા ઘટીને $74.96 પ્રતિ બેરલ થઈ ગયું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે વેચનાર હતા અને તેમણે રૂ. 2,784.14 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

માર્કેટ 10 ડેમાં લાઈન અને 20 ડેમાં લાઈન પર બંધ થયું છે, જેનો મતલબ માર્કેટ હજી ઉપર જવાની તાકાત રાખે છે, એટલે આવતીકાલે અને 26 સપ્ટેમ્બર અને ગુરૂવારે માર્કેટ ઉપર જઈ શકે છે.


Spread the love

Related posts

12 જૂને ઇંધણના ભાવ:ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

Team News Updates

76 વર્ષમાં સોનું રૂ. 89થી 59 હજાર સુધી પહોંચ્યું:દેશમાં દર વર્ષે 800 ટન સોનાની માંગ, પરંતુ ભારતમાં માત્ર 1 ટનનું ઉત્પાદન થાય છે

Team News Updates

આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં વધારો, 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા ભાવ

Team News Updates