મહેસાણાના પંચોટ સર્કલ પાસે આવેલા ડી-માર્ટ મોલમાં એક મહિલા સમાન ખરીદી કરવાના બહાને મોલમાં મુકેલા સાગર અને અમુલ ઘીના કુલ 36 પાઉચ ચોરી કર્યા હતા.મહિલા એક જ દિવસમાં બે વખત ડી માર્ટમાંથી સાગર અને અમુલ ઘીના પાઉચ ચોરી કરતા મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ત્યારબાદ મોલના સ્ટાફને આ મામલે સતર્ક રહેતા આ મહિલા મોલ બહાર ઉભી હતી એ દરમિયાન તેણે ડી-માર્ટ મોલના કર્મીઓએ ઝડપી પોલીસ હવાલે કરી હતી.
મહેસાણા શહેરમાં પાંચોટ સર્કલ પાસે આવેલા ડી-માર્ટ મોલમાં 19 સપ્ટેમ્બરના રોજ સાગર ઘીના પાઉચની જરૂરિયાત ઉભી થતા જ્યાં પાઉચ ગોઠવ્યા હતાં. ત્યાં ગણતરી કરતા પાઉચ ઓછા હોવાનું જાણવા મળતા મોલમાં લાગેલા CCTV કેમેરા તપાસ કરતા 18 સપ્ટેમ્બરના દિવસે સાંજે 5.15 કલાકે એક મહિલા ડી માર્ટમાં આવી હતી.જ્યાં ઘીના પાઉચ ગોઠવ્યા હતાં ત્યાં પાઉચ લઈ બાસ્કેટમાં મુક્યા હતાં.બાદમાં નજર ચૂકવી ઘીના પાઉચ તેણે પહેરેલા કપડામાં છુપાવી બીલીંગ કાઉન્ટર ઉપર તેણે માત્ર એક બેલ્ટ સીટ તથા રમકડાનું બિલ બનાવી તે બહાર નીકળી હતી બાદમાં સાંજે 6 કલાકે આ સ્ત્રી ફરી ડી માર્ટમાં આવી હતી અને તેને ફરીવાર ઘી ના પાઉચ પોતાના કપડામાં છુપાવ્યા હતા અને તેને ડી માર્ટમાંથી અન્ય ચાર વસ્તુ ખરીદી હતી. તેનું બિલ પણ તેને ડી માર્ટના કાઉન્ટર ઉપર ચૂકવ્યું હતું. ત્યારબાદ આ મહિલા ધીમે ધીમે ચાલીને મોલની બહાર ઊભેલી રીક્ષામાં જઈ સમાન મુક્યો હતો.
સમગ્ર સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ ચોરી કરતી મહિલા અંગે તપાસ કરતા ડી માર્ટના કર્મીઓને જાણ મળી કે આજ મહિલાએ અમદાવાદમાં આવેલા વેજલપુર ખાતેના મોલમાં આવી જ રીતે ઘીના પાઉચની ચોરી કરી હતી અને વેજલપુરમાં પણ પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. ગઈકાલે આ જ મહિલા ડી માર્ટ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળતા ડી માર્ટના કર્મીઓએ તેણે ઝડપી પાડી હતી અને તેને મહેસાણા તાલુકો પોલીસના હવાલે કરી હતી.
અમરેલીના ચીતલ ગામની ઉષાબેન વિજયભાઈ ગોરાસવાને ઝડપી તપાસ કરતા તેણે મહેસાણા ડી માર્ટમાં કામ કરતા 150 માણસોની નજર ચૂકવી સાગર ઘીના એક લીટરના 21 પેકેટ તથા અમુલ ઘી ના એક લિટરના 15 પેકેટ મળી કુલ 21,600 ના મુદ્દા માલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. હાલમાં પોલીસે આ મહિલાને ઝડપી તેમજ ડી માર્ટના મેનેજરે મહિલા સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.