રામાયણમાં મંથરાએ ભગવાન રામને 14 વર્ષના વનવાસ પર મોકલવાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. લોકોની નજરમાં તેની છબી એક એવી મહિલાની છે જે પરિવારમાં તિરાડ ઊભી કરે છે. શ્રી રામ વનવાસ ગયા પછી રાજા દશરથનું પણ પુત્રથી વિખૂટા પડવાને કારણે મૃત્યુ થયું હતું. આ બધું હોવા છતાં કૈકેયીએ મંથરાને પોતાની સાથે રાખી. છેવટે, એવું શું કારણ હતું કે કૈકેયી હંમેશા મંથરાની બધી વાત માનતી હતી અને તેની સાથે ક્યારેય દાસી જેવું વર્તન કરતી નહોતી.
કૈકેયી અશ્વપતિ સમ્રાટની પુત્રી હતી. કૈકેયી ખૂબ જ સુંદર, સદાચારી અને બહાદુર સ્ત્રી હતી. રાજા દશરથ તેમની ત્રણ રાણીઓમાં કૈકેયીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. કથા અનુસાર, જ્યારે કૈકેયીના લગ્ન રાજા દશરથ સાથે થયા હતા, ત્યારે તેની દાસી મંથરા તેના માતૃગૃહથી તેની સાથે અયોધ્યા આવી હતી.
કૈકેયી અને મંથરાનો એકબીજા સાથે ખાસ સંબંધ હતો. જેના કારણે તે હંમેશા કૈકેયી સાથે રહેતી હતી. કથા અનુસાર, મંથરા વાસ્તવમાં રાજા અશ્વપતિના ભાઈ વૃદાશ્વની પુત્રી હતી. મંથરા પહેલા ખૂબ જ સુંદર રાજકુમારી હતી. કૈકેયી અને મંથરા બહેનો હોવાથી સારા મિત્રો હતા. તેઓ એકબીજા વિના બિલકુલ રહેતા ન હતા.
દંતકથાઓ અનુસાર, મંથરા એક રાજકુમારી હતી અને ખૂબ જ બુદ્ધિશાળી હતી. પરંતુ બાળપણમાં થયેલી એક બીમારીને કારણે તે ગરમી અને તરસ સહન કરી શકતી ન હતી. એક દિવસ મંથરાને ખૂબ તરસ લાગી અને તેણે શરબત પીધું. જે બાદ તેના શરીરના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઘણી સારવાર બાદ મંથરાનું આખું શરીર ઠીક થઈ ગયું પરંતુ તેની કરોડરજ્જુ કાયમ માટે વાંકાચૂકી રહિ ગઇ. આ કારણથી તેણે લગ્ન પણ ન કર્યા.