આજે ભારતની યુપીઆઈ વિશ્વના ઘણા દેશોમાં ડંકો વગાળ્યો છે. હવે ઘણા દેશોમાં આપણે રોકડની આપલે કર્યા વિના સરળતાથી UPI દ્વારા વ્યવહાર કરી શકીએ છીએ. યુપીઆઈ વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ બની ગઈ છે. હવે UPI ટૂંક સમયમાં દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં પણ લોન્ચ થઈ શકે છે.
આજે દેશમાં દરેક બીજો વ્યક્તિ UPI નો ઉપયોગ કરી રહ્યો છે. UPI માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ડંકો વગાડી દિધો છે. ઘણા દેશો ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI નો ઉપયોગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તે આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પણ શરૂ થઈ શકે છે. વાસ્તવમાં, NPCI એ વિદેશી કંપની NIPL સાથે UPI જેવી સિસ્ટમ વિકસાવવા માટે પેરુ અને નામિબિયાની કેન્દ્રીય બેંકો સાથે કરાર પણ કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NIPL CEO રિતેશ શુક્લાએ કહ્યું કે ભારત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોને UPIની બ્લૂપ્રિન્ટ આપવા તૈયાર છે. ઉપરાંત, 2027માં પેરુ અને નામિબિયામાં UPI લોન્ચ થઈ શકે છે. NPCI દેશમાં રિટેલ પેમેન્ટ સિસ્ટમની નિયમનકારી સંસ્થા છે. તે દેશમાં UPI ચલાવે છે. ઓગસ્ટમાં 15 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા હતા.
NPCI એ ભારતના UPI ને વિદેશ લઈ જવા માટે NIPL ની રચના કરી હતી. એક રિપોર્ટ અનુસાર, NIPL હાલમાં UPIને લઈને આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના 20 દેશો સાથે વાતચીત કરી રહી છે. પેરુ અને નામિબિયાની સેન્ટ્રલ બેંકો સાથેના અમારા સોદા પર આ વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેંકો 2026ના અંત સુધીમાં અથવા 2027ની શરૂઆતમાં તેમની UPI જેવી સિસ્ટમ શરૂ કરી શકે છે.
સૂત્રોને ટાંકીને બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલમાં જણાવાયું છે કે UPI અંગે પણ રવાન્ડા સાથે ગંભીર વાતચીત થઈ છે. જો કે રિતેશ શુક્લા અને બેંક ઓફ રવાન્ડાએ આ અંગે સ્પષ્ટ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. રિતેશ શુક્લાના જણાવ્યા અનુસાર, NIPL અન્ય દેશોની રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ્સ સાથે પણ જોડાણ કરી રહી છે. જેમાં સિંગાપોરના પેનાઉનો સમાવેશ થાય છે. અમે આવા 7 ગઠબંધન કર્યા છે. NIPLમાં હાલમાં 60 સભ્યો છે. હવે આ ટીમને માર્ચ 2025 સુધી વિસ્તારવામાં આવશે. હાલમાં કંપનીના કેટલાક કર્મચારીઓ સિંગાપોર અને મધ્ય પૂર્વના દેશોમાં છે.