રિલાયન્સ અને સારેગામાને પાછળ છોડી અદાર પૂનાવાલાએ સેરેન પ્રોડક્શને ધર્મા પ્રોડક્શન હાઉસનો હિસ્સો લીધો છે. તેને આ હિસ્સો 1000 કરોડ રૂપિયામાં મળ્યો હતો. કરણ જોહર અને અદાર બંને આ નવી ભાગીદારીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરની ધર્મા પ્રોડક્શનમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ હિસ્સો ખરીદ્યો છે. અદાર પૂનાવાલાની સેરેન પ્રોડક્શને 100 કરોડ રુપિયામાં પ્રોડક્શન હાઉસની 50 ટકા ભાગેદારી પોતાને નામ કરી લીધી છે. બાકીની ભાગેદારી કરણ જોહરના નામે રહેશે. આ પહેલા પ્રોડક્શન હાઉસ મ્યુઝિક કંપની સારેગામા ઈન્ડિયા લિમિટેડ અને રિલાયન્સનું નામ જોડવામાં આવી રહ્યું હતુ. આ પાર્ટનરશીપ બાદ અદાર પૂનાવાલાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શન સાથે પાર્ટનરશિપ પર કહ્યું કે, મારા મિત્ર કરણ જોહરની સાથે દેશના આઈકોનિક પ્રોડક્શન હાઉસમાંથી એક સાથે પાર્ટનરશીપ કરી હું ખુબ ખુશ છું. અમે આશા રાખીએ કે, અમે ધર્માને વધારે આગળ લઈ જઈએ. અદાર પૂનાવાલાએ 2011માં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ બન્યા હતા. તેમણે 2014માં સીરમ ઈન્સ્ટીટ્યૂટની ઓરલ પોલિયો વેક્સીનની શરુઆત કરી હતી.
કરણ જોહરે આ મામલે પોતાનું રિએક્શન આપતા કહ્યું કે. શરુઆતથી ધર્મા પ્રોડક્શન પોતાની ફિલ્મની સ્ટોરી દ્વારા ભારતીય સંસ્કૃતિને દેખાડે છે. મારા પિતાનું સપનું હતુ. જે એક એવી ફિલ્મ બનાવવાનું હતુ કે, તે ચાહકો પર એક ઉંડી અસર છોડે અને મે મારું આખું કરિયર આ વાતને આગળ વધારવામાં લગાવી દીધું છે. આજે જ્યારે અદાર પૂનાવાલા એક બેસ્ટ ફ્રેન્ડ સાથે મળી કામ કરી રહ્યા છે.
કરણે આગળ કહ્યું અમે ધર્મા પ્રોડ્કશના વારસાને એક નવી ઉંચાઈ પર લઈ જવાની તૈયારી પર છીએ. આ પાર્ટનરશિપ અમારી ઈમોશનલ સ્ટોરીની ક્ષમતા અને બિઝનેસ સ્ટ્રેજીના આગળ વિચારવાની વ્યવસાય વ્યૂહરચનાનું સંપૂર્ણ મિશ્રણ છે. ધર્મા પ્રોડક્શનની શરુઆત વર્ષ 1976માં યશ જોહરે કરી હતી. આ પ્રોડક્શન હાઉસ દેશના લીડિંગ પ્રોડક્શન હાઉસમાંથી એક છે. પરંતુ હાલ થોડા સમયથી આની પરિસ્થિતિ ખરાબ છે. ધર્મા પ્રોડક્શનની રેવેન્યુ વર્ષ 2022-23માં 1,044 કરોડ રુપિયા હતી, જેમાં પ્રોફિટ તરીકે 10.69 કરોડ રુપિયા મળ્યા હતા.