News Updates
ENTERTAINMENT

‘તારક મહેતા’ના સેટ પર વધુ એક કલાકારની અસિત મોદી સાથે બોલાચાલી,કોલર પકડી, શો છોડી દેવાની આપી ધમકી…

Spread the love

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને જેટલો વધુ પસંદ કરવામાં આવે છે તેટલો જ આ શોને લઈને વિવાદો સામે આવતા રહે છે. હવે સમાચાર આવ્યા છે કે શોમાં આ એક્ટરની શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે મોટી લડાઈ થઈ છે.

ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં, આ કોમેડી શોમાં દિગ્ગજ કલાકાર અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર ઝઘડો થયો છે. રજાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ અને મામલો એ હદે પહોંચી ગયો કે શોના સેટ પર જ આ દિગ્ગજ કલાકારેએ અસિત મોદીનો કોલર પકડી લીધો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અવારનવાર વિવાદોમાં રહે છે. પરંતુ આ વખતે આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. એક ખાનગી પોર્ટલના સમાચાર અનુસાર, દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે આ લડાઈ ઓગસ્ટ મહિનામાં થઈ હતી.

રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દિલીપ જોશી અસિત મોદી પાસે રજા માંગવા ગયા હતા, પરંતુ અસિત મોદી તેમની સાથે વાત કરવાનું ટાળી રહ્યા હતા. આ વાતનું દિલીપ જોશીને ખરાબ લાગ્યું અને ઝઘડો શરૂ થયો.

સૂત્રએ અહેવાલમાં જણાવ્યું હતું કે, તે કુશ શાહના શૂટિંગનો છેલ્લો દિવસ હતો. દિલીપ જી રજાઓ વિશે વાત કરવા અસિત ભાઈની રાહ જોઈ રહ્યા હતા. પણ અસિત ભાઈ આવ્યા એટલે સીધા કુશને મળવા ગયા. આનાથી દિલીપજી નારાજ થઈ ગયા.

સૂત્રએ કહ્યું કે, દિલીપજી ખૂબ ગુસ્સે થઈ ગયા અને પછી બંને વચ્ચે ઉગ્ર દલીલ શરૂ થઈ. દિલીપજીએ અસિત મોદીનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી આપી હતી. જોકે આસિતભાઈએ તેમનો ગુસ્સો શાંત પાડ્યો હતો. અમને ખબર નથી કે બંનેએ તેમનો વિવાદ કેવી રીતે સમાપ્ત કર્યો.

રિપોર્ટ અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઝઘડો થયો હોય. આ પહેલા પણ સેટ પર બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થયો હતો. હોંગકોંગ ટ્રિપ શૂટ દરમિયાન અસિત અને દિલીપ વચ્ચે ઘણી દલીલબાજી થઈ હતી. તે સમયે ગુરુચરણ સિંહ સોઢીએ બંને વચ્ચેની લડાઈનો અંત કરાવ્યો હતો.


Spread the love

Related posts

KKR Vs PBKS ફૅન્ટેસી ઇલેવન:શિખર ધવન પંજાબના ટોપ રન સ્કોરર, લિવિંગસ્ટોન અને રિંકુ સિંહ પોઈન્ટ અપાવી શકે છે

Team News Updates

ભારત-પાકિસ્તાન મેચ માટે અમદાવાદમાં હોટલનું ભાડું 2.5 લાખ રૂપિયા પર પહોંચ્યું, ફ્લાઇટ 5 ગણી મોંઘી થઈ

Team News Updates

જવાનના 10 દમદાર ડાયલોગ્સ થિયેટરોમાં ધૂમ મચાવી રહ્યા છે, જે તમે પણ નહીં ભૂલી શકો

Team News Updates