News Updates
AHMEDABAD

રિપલ પંચાલના જામીન મંજૂર સાત વાહનોને અડફેટ લેનાર:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા, પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે

Spread the love

અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે BNSની કલમ 281, 324 (4), 125A અને મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184, 185 અને પ્રોહેબિશન એક્ટની કલમ 66 (1)(B) તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 અને 7 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે આરોપીને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આવેલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીએ જામીન અરજી મુકી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇને આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા હતા. જ્યારે પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આરોપી સામે આવા જ બે ગુના નોંધાયેલા છે.

આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે, અરજદાર અમદાવાદનો કાયમી રહેવાસી છે. જે ક્યાંય નાસી ભાગી જાય તેમ નથી. આ ગુનો JMFC ટ્રાયેબલ છે. જેથી અરજદારને જામીન આપવા જોઇએ. સરકારી વકીલ આઇ.એ.નાગોરીએ અરજદારની જામીન અરજીનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે, આરોપીએ જાહેર રોડ ઉપર લોકોની જિંદગી જોખમમાં મૂકાય તેવી રીતે ગાડી ચલાવી હતી. તેને સ્વેચ્છાપૂર્વક નશો કરીને, બેદરકારી પૂર્વક વાહન ચલાવ્યું હતું. આરોપીએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું. તેની સામે ચાલું વર્ષે જ આગાઉ બે ગુના નોધાઇ ચૂક્યા છે. જેથી તેને જામીન આપવા જોઈએ નહિ.

જોકે, મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇને આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા હતા. જે મુજબ આરોપી સામે આ કેસમાં ચાર્જશીટ ના થાય ત્યાં સુધી તે વાહન ચલાવી શકશે નહિ. ઉલ્લેખનીય છે કે, આ વાહન અકસ્માત કેસમાં રિપલે જે નેક્સન ગાડીને અડફેટે લીધી હતી. તેં પોતે શેલા ખાતે રહે છે અને વ્યવસાયે CA છે. જેને ફરિયાદ નોંધાવી હતી કે, રિપલે અકસ્માત કરતા એક મોપેડ ચાલક મહિલા રોડ ઉપર પટકાઈ હતી. ફરિયાદીની ગાડીની સાથે આરોપીએ અન્ય વાહનોને નુકશાન કર્યું હતું અને BRTS રેલીંગ પણ તોડી નાખી હતી. આરોપીની ગાડી ઉભી રહી ત્યારે તેના મોઢામાંથી શરાબની વાસ આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસ આ કેસમાં CCTV મેળવી રહી છે. FSL દ્વારા સ્થળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરોપીનો CDR મેળવામાં આવશે. ઓડી ગાડીની બ્રેક સિસ્ટમ પણ ચેક કરવામાં આવશે. આરોપીના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત આરોપીનું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરવામાં આવશે. આરોપીએ સામે અગાઉ 16 મે, 2024 ના રોજ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે સેટેલાઇટના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, શ્યામલ પાસે રિપલે ઓડી ગાડી વડે તેની એક્ટિવા લઈને જતી પત્ની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં તેની પત્નીને પાંસળી અને પગમાં ફ્રેકચર થયું હતું.

બીજા એક કેસમાં રિપલ સામે બોડકદેવ પોલીસ મથકે 16 સપ્ટેમ્બર, 2024ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસે જોયું હતું કે, એક જીપ કંપાસ ગાડી સર્પાકાર રીતે આવી રહી છે. જેને રોકતા ગાડી ચાલક રિપલ પંચાલ હતો, જેને શરાબ પીધી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. ઓડી અને જીપ કંપાસ બનેની સિરીઝ GJ 18 6780 છે.


Spread the love

Related posts

વડાપ્રધાનની ડિગ્રી માગવાનો કેસ:દિલ્હીના CM કેજરીવાલે વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરાવી, 30 જૂને સુનાવણી

Team News Updates

1 કરોડથી વધુનું MD ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદમાં બે પેડલર સહિત ત્રણની ધરપકડ, SG હાઈવે અને નારોલ બ્રિજ પાસે હોટલમાંથી ડ્રગ્સ કરતા સપ્લાય, સપ્લાયર વોન્ટેડ

Team News Updates

ચીનમાં ફેલાયેલા રોગ સામે લડવા ભારત સજ્જ:આ એક ન્યૂમોનિયા ટાઇપનો જ રોગ છે, ભારતમાં આવે તેવું લાગતું નથી, લોકોએ ડરવાની જરૂર નથી: ઋષિકેશ પટેલ

Team News Updates