News Updates
ENTERTAINMENTNATIONAL

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Spread the love

IPL 2023 Points Table: ગુજરાત ટાઈટન્સની દિલ્હી કેપિટલ્સ સામે હાર બાદ પણ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી ઉપરનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જોકે હવે પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે અને 6 ટીમો એક જ સરખા પોઈન્ટ્સ સાથે આગળ વધી છે.

મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2023 ની 44મી મેચ રમાઈ હતી. ગુજરાત ઘર આંગણે જ આસાન ટાર્ગેટને પાર કરવામાં અસફળ રહીને હારી ગઈ હતી. સૌથી કંગાળ પ્રદર્શન સાથે તળીયે રહેલી ટીમ દિલ્હીએ નંબર-1 ગુજરાતને હરાવી દીધુ હતુ. દિલ્હીએ 5 રનથી ગુજરાત સામે જીત મેળવી હતી. ગુજરાતની હાર સાથે જ હવે પ્લેઓફની રેસ હવે વધુ રસપ્રદ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલમાં 6 ટીમો એક જ સરખા આંક ધરાવે છે.

ગુજરાત ટાઈટન્સ સૌથી ઉપર રહેતા 12 પોઈન્ટ્સ ધરાવે છે. દિલ્હી સામેની મેચ જીતવા સાથે જ ગુજરાતની ટીમ પ્લેઓફ માટે લગભગ નિશ્ચિત થઈ ચુક્યુ હોત. પરંતુ હવુ બાકીની છ ટીમો વચ્ચેની લડાઈ જબરદસ્ત બની જશે. આગળના તબક્કાની મેચમાં લડાઈ રોમાંચક બનતી જશે અને ટીમો હવે મરણીયા બની મેદાનમાં રમતી જોવા મળશે.

ગુજરાત નંબર-1

મંગળવારે ભલે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની અડધી સદી બાદ ગુજરાતની ટીમને હાર મળી હોય, પરંતુ આમ છતાં પ્લેઓફ માટેનો રસ્તો સૌથી આસાન છે. ગુજરાત ટીમ માટે પ્લેઓફમાં પહોંચવુ હવે આસાન છે, પરંતુ આ સિવાય 6 ટીમો માટે લડાઈ ભર્યો માર્ગ છે. રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સહિતના છ ટીમો એક સરખી જીતનો આંકડો ધરાવે છે. આ ટીમો પાસે 10-10 પોઈન્ટ્સ છે. આ ટીમો પોઈન્ટ્સ ટેબલમાં નેટ રનરેટને આધારે એક બીજાની આગળ પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ આ ટીમો કરતા એક મેચ ઓછી રમી છે અને 2 પોઈન્ટ્સ પાછળ છે. આમ તે હવે પોતાની 9મી મેચ રમીને 2 આંક વધારી લેવામાં સફળ રહેતા જ તે પ્લેઓફની રેસને વધારે રસપ્રદ બનાવશે.

મુંબઈ ઈન્ડિયન્સ હવે બુધવારે જીત મેળવવા સાથે જ પ્લેઓફનુ ગણિત માથુ ખંજવાળવા સમાન બની જશે. આ પહેલા લખનૌ અને ચેન્નાઈની ટીમ એક બીજા સામે ટકરાશે. આમ ચેન્નાઈ અને લખનૌ પણ 10-10 પોઈન્ટ્સ ધરાવે છે. જ્યારે પંજાબ પાસે પણ 10 પોઈન્ટ્સ છે. આમ ચેન્નાઈ અને લખનૌ વચ્ચેની હાર જીત પણ ગણિત જબરદસ્ત બનાવી શકે છે. આમ લખનૌ, ચેન્નાઈ અને પંજાબ પાસે આજે છ પોઈન્ટ્સ મેળવવાનો મોકો છે, આ ત્રણેય ટીમ પોતાની 10મી મેચ સિઝનમાં રમશે.

IPL 2023 પોઈન્ટ્સ ટેબલ 
ક્રમટીમમેચજીત હાર NRRPTS
1GT9630.53212
2RR9540.80010
3LSG9540.63910
4CSK9540.32910
5RCB954-0.44710
6PBKS954-0.51010
7MI844-0.5028
8KKR936-0.1476
9SRH835-0.5776
10DC936-0.7686


Spread the love

Related posts

અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ – જ્ઞાનવાપીનો ASI સર્વે થશે:મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, તાત્કાલિક સર્વે શરૂ કરવાનો આદેશ

Team News Updates

મિર્ચી મેકઅપ ! મહિલાએ ચિલી ફ્લેક્સથી કર્યો મેકઅપ, લોકો બોલ્યા ‘પ્રાણ જાય પણ ફેશન ન જાય’

Team News Updates

કલોલમાં મુસાફરો ટાયર નીચે કચડાયાં:ફુલ સ્પીડે આવતી લકઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી; બસ સ્ટેન્ડ પર ઉભા 5 મુસાફરોએ ત્યાં જ દમ તોડ્યો, 7ને ઈજા

Team News Updates