News Updates
INTERNATIONAL

કિંગ સાર્લ્સની તાજપોશી પછીની 15 તસવીર…:પ્રિન્સ હેરીને બાલકનીમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું નહીં; 72 વર્ષની બહેનને કાફલો એસ્કૉટ કર્યો

Spread the love

શનિવારે બ્રિટનમાં રાજા ચાર્લ્સ અને રાણી કેમિલાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. સમારોહ પછી રાજા ચાર્લ્સ પરંપરાગત રીતે બકિંગહામ પેલેસની બાલ્કનીમાં સમગ્ર પરિવાર સાથે ભેગા થયા હતા. તેમણે મહેલની સામે હાજર ભીડનું અભિવાદન સ્વીકાર્યું. જોકે, આ દરમિયાન રાજાશાહી છોડનાર તેમનો નાનો પુત્ર પ્રિન્સ હેરી ત્યાં હાજર નહોતો. અહેવાલો અનુસાર, તેને બાલ્કનીમાં આવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું ન હતું.

આ સમારોહમાં હાજરી આપવા માટે 2200થી વધુ મહેમાનો એક તરફ લંડન પહોંચી ગયા છે. તે જ સમયે, આ તાજપોશીના વિરોધમાં 1000થી વધુ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રવિવારે એટલે કે આજે ચાર્લ્સ તરફથી મહેમાનો માટે શાહી પાર્ટીનું આયોજન કરવામાં આવશે. બીજી તરફ વિરોધીઓ પણ આ પરંપરા વિરુદ્ધ પાર્ટીઓનું આયોજન કરશે.

રાજા ચાર્લ્સ બ્રિટિશ રાજાશાહીના 40મા રાજા બન્યા, જેમને 1066થી તાજ પહેરાવવામાં આવ્યો. પરંપરાને તોડીને, કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાએ આરામદાયક ગોલ્ડ સ્ટેટ કોચને બદલે ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચમાં તેમની તાજપોશી માટે વેસ્ટમિન્સ્ટર એબે ચર્ચની મુસાફરી કરી.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, એક સમયે એકબીજાની ખૂબ નજીક રહેલા રાજા ચાર્લ્સના પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીએ તાજપોશી વખતે એકબીજાની સામે જોયું પણ નહોતું. સમારોહમાં જ્યાં મોટા પુત્રને સત્તાવાર ભૂમિકા આપવામાં આવી હતી. જ્યારે હેરી ત્યાં માત્ર એક સંબંધી તરીકે પહોંચ્યો હતો. પ્રિન્સ વિલિયમ રાજા ચાર્લ્સના અનુગામી બનશે.


Spread the love

Related posts

સ્વીડનના રાજા કાર્લ XVI ગુસ્તાફે શાસનના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિની ઉજવણી કરી

Team News Updates

લંડનનું ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ ઈતિહાસ બની ગયું, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું હતુ પ્રતિક

Team News Updates

PAK વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવવા રવાના:SCO મિટિંગમાં ભાગ લેશે; 2014માં કહ્યું હતું- કાશ્મીરની એક-એક ઈંચ જમીન પાછી લઈશું

Team News Updates