વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ દરરોજ કમાણીના નવા આંકડાને સ્પર્શી રહી છે. કર્ણાટક અને બંગાળ જેવા રાજ્યોમાં પ્રતિબંધિત હોવા છતાં ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 67.42 કરોડનું કલેક્શન કર્યું છે, જોકે ઓફિશિયલ કલેક્શન આવવાનું બાકી છે. આ દરમિયાન મંગળવારે ફિલ્મની લીડ અદા શર્માએ ફિલ્મની સફળતા વિશે વાત કરી હતી. ફિલ્મ વિશેના અનુભવને શેર કરતા અદાએ કહ્યું કે શાલિની ઉન્નીકૃષ્ણનના રોલે તેને શારીરિક અને ભાવનાત્મક રીતે ભાંગી નાખી હતી. તેમના હૃદય પર આ પાત્રની અસર ઘણી ઊંડી રહી છે.
કેરલની વાર્તાએ મને ભાવનાત્મક અને શારીરિક રીતે હલાવી દીધી છે
ETimesને આપેલા ઇન્ટરવ્યુમાં અદાને પૂછવામાં આવ્યું હતું કે, ‘આ પાત્રથી તમે કેટલા પ્રભાવિત કર્યા?’ જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘આ પાત્રની મને શારીરિક અને ભાવનાત્મક રીતે અસર થઇ છે. તેમના ઘા મારા હૃદય સુધી પહોંચી ગયા છે, આ એવા ડાઘ છે જે ક્યારેય બહાર આવશે નહીં.
ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં પ્રેમ મળ્યો, ખરેખર અપેક્ષા નહોતી
ફિલ્મની સફળતા વિશે વાત કરતાં અદાએ કહ્યું, ‘ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન આવવા છતાં મને જેવો પ્રેમ મળ્યો તેની મને ખરેખર અપેક્ષા નહોતી. આજે આખો દેશ મને પ્રોત્સાહિત કરી રહ્યો છે. હું ખૂબ આભારી છું. આ એક એવો પ્રસંગ છે જ્યારે હું મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી.
ફિલ્મના મેસેજે ઘણી છોકરીઓની જિંદગી બચાવી શકશે
ફિલ્મમાં આપવામાં આવેલા મેસેજ વિશે વાત કરતાં અદાએ કહ્યું, ‘અમે ફિલ્મ દ્વારા જે મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે, તે કદાચ ઘણી છોકરીઓની જિંદગી બચાવી શકશે. દર્શકો તરફથી અમને જે પ્રેમ મળ્યો તે ખરેખર મોટી વાત છે. હું ખૂબ જ આનંદ અનુભવું છું.
આતંકવાદનો મુદ્દો ખરેખર જોખમી છે
અદાને પૂછવામાં આવ્યું, ‘આ ફિલ્મ પોતાનામાં જ એક સંવેદનશીલ અને ખલેલ પહોંચાડે તેવા મુદ્દાને ઉઠાવે છે, જે ઈસ્લામિક ધર્માંતરણની વાર્તા છે. આ સ્થિતિમાં તમને ફિલ્મ કરવામાં કોઈ સંકોચ થયો?
જવાબમાં અદાએ કહ્યુંકસ, પહેલા દિવસે સ્ક્રિપ્ટ વાંચવાથી લઈને ફિલ્મના શૂટિંગ સુધી ‘ધ કેરલ સ્ટોરી’ એક એવી છોકરીની વાર્તા હતી જે ISISમાં ધકેલાઈ જાય છે. આ દરમિયાન તેને આતંકવાદનું ભયાનક સ્વરૂપ જોવા મળે છે. આતંકવાદ ખરેખર એક ખતરનાક મુદ્દો છે, પરંતુ કોઈને આ વાર્તા દેખાડી જ નથી.
કોઈપણ નિર્ણય લેતા પહેલાં બે વાર વિચાર કરો
આ પ્રકારની જાળમાં ફસાયેલી છોકરીઓ વિશે વાત કરતાં અભિનેત્રીએ છોકરીઓને સલાહ આપતા કહ્યું, ‘જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય અથવા તમે નાનો કે મોટો નિર્ણય લેતાં હોય તો તમારે એક છોકરી તરીકેરે બે વાર વિચારવું જોઈએ. તમારે તમારા પરિવારની સલાહ લેવી જોઈએ.
આ વાર્તા દ્વારા વાર્તાઓને પોતાનો અવાજ મળ્યો
સફળતા અંગે ખુશી વ્યક્ત કરતાં અદાએ કહ્યું કે ‘ધ કેરલ સ્ટોરી એ જાણ્યા પછી ઘણી મહિલાઓનું જીવન બદલી નાખશે. હું ખરેખર ખુશ છું. આ ફિલ્મ દ્વારા ઘણી ન સાંભળેલી વાર્તાઓને પોતાનો અવાજ મળ્યો છે. આ મારી સાચી ઉજવણી છે.