News Updates
BUSINESS

આખરે ક્યારે મળશે સબસિડીના નાણા ? EV કંપનીઓ જોઇ રહી છે રાહ

Spread the love

ભારત દેશમાં EV વાહનોની ખરીદી પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. પણ ઘણા લાંબા સામયથી ભારત સરકારે કંપનીઓને આ પૈસાની ચુકવણી કરી નથી. તો ત્યારે EV કંપનીઓને ભારત સરકાર તરફથી એક નિર્ણયની આશા છે.

ભારત દેશમાં EV વાહનોની ખરીદી પર મોદી સરકારે સબસિડી આપવાની બાંયધરી આપી હતી. તેમ છતાં મોદી સરકારે છેલ્લા એક વર્ષથી EV વાહનોનું વેચાણ કરતી કંપનીઓને ભૂગતાન કર્યું નથી. તેથી દરેક EV વાહનોનું વેચાણ કરતી કંપનીઓને મોદી સરકાર આ સબસિડીના નાણાનું વિતરણ કરે એવી આશા છે. તેની સામે EV વાહનોનું વેચાણ કરતી કંપનીઓએ ખોટી રીતે સબસિડી ઇન્સેટીવ કરવામાં આવ્યું હોય તેવી સરકારી ચોપડે ખબર પડી છે. તેની સાથે જે રીતે સબસિડી ક્લેમ કરવામાં આવી હતી તેમાં લોકલ સોર્સિંગના માપદંડને સંપૂર્ણ રીતે તપાસવામાં આવ્યું હતું નહીં.

સરકારની 1500 કરોડની ચૂંકવણી યથાવત

1400 થી 1500 કરોડ સુધીના રૂપિયા સરકારે બાકી રાખ્યાં છે. આ સબસિડીના રૂપિયા Two Wheelers પર ચૂકવવામાં આવે છે. આ અંગે ઘણી ઇલેક્ટ્રિક 2-વ્હીલર કંપનીઓનું કહેવું છે કે તેઓ કાર્યકારી મૂડીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

કંપનીઓનું કહેવું છે તેઓએ ગ્રાહકોને તેમના વતી સબસિડી આપી છે, પરંતુ સરકાર દ્વારા તે ચૂકવવામાં આવી નથી. ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકોનું કહેવું છે કે 2022-23માં 8,46,976 ઈવીનું વેચાણ થયું છે. આ ગયા વર્ષ કરતાં 2.5 ગણું વધુ છે, છતાં નીતિ આયોગના લક્ષ્યાંક કરતાં 25 ટકા ઓછું છે.

સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે

કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડી મેળવવાની રાહ જોઈ રહી છે. તે જ સમયે સરકારી અધિકારીઓને ટાંકીને ET એ અહેવાલ આપ્યો છે કે સરકાર હજુ પણ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટ સાથે સંકળાયેલા હિસ્સેદારોને ટેકો આપવા માંગે છે અને તેમ કરવાનું ચાલુ રાખશે. અધિકારીઓએ જણાવ્યું કે સરકારની તપાસમાં જે કંપનીઓ નિયમોનું પાલન કરતી જોવા મળશે. જેઓને ક્લીનચીટ મળશે તેમને સબસિડીના તમામ નાણા આપવામાં આવશે. હવે કંપનીઓ તપાસમાં સરકાર તરફથી ક્લીનચીટ મળવાની રાહ જોઈ રહી છે.


Spread the love

Related posts

RBIની તિજોરીમાં 700 કરોડ ડોલરનો વધારો, વિદેશી મુદ્રા ભંડાર 596 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

Team News Updates

સોનાના આસમાનને આંબતા ભાવ છતાં વેચાણ વધારવા કંપનીઓએ EMI પર સોનું વેચવાનું શરૂ કર્યું

Team News Updates

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 8%નો ઘટાડો:યુએસ રેગ્યુલેટર અદાણી ગ્રૂપની તપાસ કરી રહ્યું છે, સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઘટ્યો

Team News Updates