News Updates
BUSINESS

સાયબર ગઠિયાએ 1 કરોડ 97 લાખ 40 હજાર ઉસેલી લીધા,અમદાવાદના ઇસમને શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ પડી મોંઘી

Spread the love

એક ટોળકીના ઇસમોએ અમદાવાદના ઈસમ પાસે 1 કરોડ 97 લાખ 40 હજાર નું રોકાણ કરાવ્યુ. આ રોકાણ સામે 5 કરોડ કમાયાનું ઓનલાઈન વેબસાઈટમાં દર્શાવ્યું. 5 કરોડ મેળવવા માટે વિવિધ ટેક્સની રકમ ભરવી પડશે કહી ઠગાઈ કરી stock vanguard નામની કમ્પની ઉભી કરી app.alicexa.com વેબસાઇટ થકી ઠગાઈ કરવામાં આવતી હતી. 

stock vanguard નામની કંપનીના નામે વોટસઅપ દ્વારા સંપર્ક કરી તેમને જુદા જુદા ગ્રુપમાં લોકો ને એડ કરી શેરબજારમાં રોકાણની ટીપ આપી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીના સાગરીતને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડયા છે.

app.alicexa.com નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી શેરનુ ખરીદી, વેચાણ કરાવવામાં આવતું હતું બનાવટી એપ્લીકેશનમાં ઊંચું વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવી લેવામાં આવતા હતા

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધાયેલી ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઈસમ ની કરાઈ ધરપકડ ઠગ ટોળકી એ ફેબ્રુઆરી-2024 થી stock vanguard નામની કંપની ઉભી કરી ઠગાઈ ની ઓનલાઈન દુકાન શરૂ કરી હતી.

stock vanguard કંપનીના સંચાલક કરણવીર ધિલોનના નામે તેમજ સુનીલ સિંધાનીયાના નામે જુદા જુદા મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ દ્વારા લોકો નો મેસેજ ઉપર સંપર્ક કરી તેમને જુદા જુદા શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કરાવી આપશે તેવી લાલચ આપી અમદાવાદ ના ઈસમ સાથે 1,97,40,000/-(એક કરોડ સતાણૂ લાખ ચાલીસ હજાર) ની ઠગાઈ કરી હતી.

1.97 કરોડ 40 લાખ જેટલી રકમના શેરનુ ખરીદ વેચાણ કરાવી તેના થકી ફરીયાદી રૂપિયા પાંચ કરોડ કમાયેલ છે તેવી ખોટી હકીકત દર્શાવી હતી. બાદમાં રોકાણ કર્તા આ પૈસા ઉપાડવા જતા તેમને પૈસા પરત નહી આપી જુદી જુદી ટેક્ષની રકમ માંગી ફરીયાદીએ મુળ ભરેલ કુલ રૂપિયા રૂપિયા 1,97,40,000/- (એક કરોડ સતાણૂ લાખ ચાલીસ હજાર) પણ આપ્યા નહોતા

ઠગ ટોળકી એ વોડાફોન આઇડીયા કંપનીના આવેલ આઇ.પીઓ માં 11 રૂપિયાનો શેર 6 રૂપિયામાં આપવાનું જણાવી રૂપિયા 1,06,25,000-/જે બેંક એકાઉન્ટમાં મેળવેલ તેના ધારકોનું પગેરું મેળવી આ ઠગ ટોળકી ના સાગરીત ફેનિલકુમાર વિનુભાઇ ગોધાણીને ટેક્નિકલ પુરાવાઓ ને આધારે ઝડપી પાડી અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે મલેશિયા તેમજ અન્ય જગ્યાઓ પરથી બેન્ક ખાતાઓ ઓપરેટ થતા હોવાનું સાયબર ક્રાઇમ સેલ ની તપાસ માં ખુલ્યું છે.


Spread the love

Related posts

Airtel Xstream Fiber : તમારા વીક એન્ડને બનાવશે શાનદાર,એન્ટરટેઈનમેન્ટનું અનલિમિટેડ કન્ટેન્ટ

Team News Updates

નાણાકીય વર્ષમાં GSTથી 20.14 લાખ કરોડની થઈ આવક,GSTની વિક્રમી આવક, માર્ચમાં 1.78 લાખ કરોડ મળ્યાં

Team News Updates

ટાટાએ દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી:ટિયાગો ₹7.89 લાખની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ, 28.06 Kmpl ની માઇલેજનો દાવો કર્યો

Team News Updates