News Updates
NATIONAL

National:ફ્લાઈટમાં બોમ્બની ધમકી ઈન્ડિગોની ચેન્નાઈ-મુંબઈ: એક સપ્તાહની અંદર એરલાઈન્સમાં બોમ્બની ધમકીનો આ બીજો મામલો,ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, તમામ મુસાફરો સુરક્ષિત

Spread the love

શનિવાર, 1 જૂનના રોજ ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-5314માં ​​​​​​​બોમ્બની ધમકી મળી હતી. આ પછી મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમાં 172 મુસાફરો હતા. હાલ ફ્લાઈટમાં તપાસ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટ આજે સવારે લગભગ 6.50 વાગ્યે ચેન્નાઈથી રવાના થઈ હતી. મુંબઈ જતી વખતે તેમાંથી એક બીનવારસી રિમોટ મળી આવ્યું હતું. આ પછી પાયલટોએ મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી હતી.

ફ્લાઇટ સવારે 8.45 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા હતા. બોમ્બની આશંકા વચ્ચે, ફ્લાઇટને એક આઈસોલેશન-વેમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરો નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.

ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા છે. હજુ તપાસ ચાલુ છે. સુરક્ષા તપાસ પૂર્ણ થયા પછી, ફ્લાઈટને ટર્મિનલ વિસ્તારમાં પરત લઈ જવામાં આવશે.

એક સપ્તાહમાં ઈન્ડિગો એરલાઈન્સમાં બોમ્બની આ બીજી ધમકી મળી છે. 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-2211માં પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. વિમાનમાં બે બાળકો સહિત 176 લોકો સવાર હતા. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

તેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મુસાફરો અને ફ્લાઈટ ક્રૂ તેમના સામાન સાથે સ્લાઈડમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ઈન્ડિગોએ SOPનું પાલન ન કરવા બદલ બે પાઈલટ અને કેબિન ક્રૂ મેમ્બરને હટાવી દીધા હતા.

નિયમો અનુસાર, ઈમરજન્સી દરમિયાન લોકોને 90 સેકન્ડની અંદર ફ્લાઈટમાંથી બહાર કાઢવા જોઈએ. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફ્લાઇટમાં તમામ સામાન છોડી દેવાનો નિયમ છે. મુસાફરો પણ સામાન લઈ જઈ શકતા નથી.


Spread the love

Related posts

કાવેરી જળ વિવાદ : આજે કર્ણાટક બંધનું એલાન, જનજીવન થશે પ્રભાવિત

Team News Updates

ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી અવરજવર બંધ:ઘૂસણખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય; સરહદ પર વાડ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી

Team News Updates

 કેટલા જોખમી હોય છે Ready to Eat Food હેલ્થ માટે?જાણો

Team News Updates