News Updates
NATIONAL

જીમેઈલ પર પણ હવે દેખાવા લાગ્યું બ્લુ ટિક, અસલી-નકલી મેઈલની આ રીતે થશે જાણ

Spread the love

હવે જીમેઈલ (Gmail) પર પણ બ્લુ ટિક દેખાવાનું શરૂ થઈ ગયું છે. તેથી હવે તમે તેના અસલી અને નકલી ઈમેલની સરળતાથી ઓળખાણ કરી શકશો.

મે ની શરૂઆતમાં, Google એ વધી રહેલા સ્કેમના કેસોને ઘટાડવા માટે Gmail પર વેરિફાઈડ સેન્ડર્સના નામની બાજુમાં બ્લૂચેકમાર્ક મૂકવાની જાહેરાત કરી હતી. આ સુવિધાને 3 મે, 2023થી Google Workspaceના તમામ વપરાશકર્તાઓ, જૂના G Suite Basic અને Business ગ્રાહકો અને વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા વપરાશકર્તાઓ માટે શરૂ થઈ છે. આ સુવિધા ભારતમાં કેટલાક Google એકાઉન્ટ યુઝર્સ માટે શરૂ થઈ ગઈ છે.

બ્લૂ ચેકમાર્ક ઈમેલને ઓફિશિયલ અથવા વેરિફાઈડ એકાઉન્ટ તરીકેની ઓળખ આપે છે. આ ચેક માર્કથી તમે સેન્ડર્સની ઓથેન્ટિસિટીની ઓળખ કરી શકો છો.

જીમેઈલ બ્લુ ટીક માર્ક વેરિફાઈડ એકાઉન્ટને ઓળખશે

આના દ્વારા તમે જાણી શકશો કે મેઇલ મોકલનારની પ્રોફાઇલ પર જે ફોટો છે આ એ જ વ્યક્તિ છે કે નહીં. આ સિવાય આ પ્રોફાઈલ વેરિફાઈડ છે કે નહી. બ્રાંડ મેસેજ ઈન્ડિકેટર્સ ફોર આઈડેન્ટિટી (BIMI), વેરિફાઈડ માર્ક ક્લેરિફિકેશન (VMC), અને ડોમેન-આધારિત મેસેજ ઓથેન્ટિકેશન, રિપોર્ટિંગ અને કોન્ફરન્સ (DMARC) જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને Gmail મેસેજને ચકાસી શકાય છે.

સેન્ડર્સની ઓથેન્ટિસિટી વિશે જાણવા માટેના ટૂલ્સ

BIMI એ એક ઓપન સ્ટાન્ડર્ડ છે જે ઈમેલ મોકલવા વાળાને ઈમેલમાં તેમના બ્રાન્ડ લોગોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. BIMI વર્ષ 2021 માં Gmail માં રજૂ કરવામાં આવ્યું હતું. VMC વેરીફાય કરે છે. DMARC એ એક સ્ટાન્ડર્ડ છે જેનો ઉપયોગ ઇમેઇલ સિક્યોરિટી સિસ્ટમ દ્વારા રિયલ મેસેજને સ્પામ મેસજમાં ફિલ્ટર કરવા અને અલગ કરવા માટે થાય છે. એકવાર કોઈ વ્યક્તિ આ તમામ ટેસ્ટ ક્લિયર કરી દે, ત્યારે Gmail તેમને તેમની ઓથેન્ટિસિટી કનફોર્મ કરવા માટે Gmailમાં તેમના નામની બાજુમાં બ્લુ ટિક લગાવવાની અનુમતિ આપે છે.


Spread the love

Related posts

આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર 7 કલાક ચર્ચા:કોંગ્રેસમાંથી સોનિયા અને ભાજપમાંથી નિર્મલા સીતારમણ મુખ્ય વક્તા હશે; YSR કોંગ્રેસે બિલને સમર્થન આપ્યું

Team News Updates

PM મોદી બન્યા યુટ્યુબર, લોકોને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવા કરી અપીલ, જાણો કેમ ?

Team News Updates

પંજાબમાં AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા:મોહાલી, અમૃતસર-જલંધરમાં ઘરે-ઓફિસે સર્ચ; ડ્રગ્સ કેસમાં મની લોન્ડરિંગ અને દારૂ કૌભાંડ મામલે રેડ

Team News Updates