Pay As You Drive Car Insurance Policy: આ પ્રીમિયમ સામાન્ય કાર ઈન્શ્યોરન્સ કરતાં ઓછું હશે. Pay As You Drive Policy એ લોકો માટે લાભ દાયક છે જે નહિવત ડ્રાઈવ કરે છે.
જો તમે મહિનામાં એક વાર અથવા તેનાથી ઓછા સમયમાં તમારી કાર બહાર કાઢો છો તો થર્ડ પાર્ટી Insurance લેવો જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી મોટર વીમા પોલિસીઓ ગ્રાહક માટે વધુ ફાયદાકારક બની છે. હવે કાર માલિકો તેમની કાર વીમા પોલિસીને અનુકૂળતા પ્રમાણે કરી શકે છે. Pay As You Drive વીમા પોલિસી આવા ગ્રાહકો માટે યોગ્ય છે. Pay As You Drive એ થર્ડ પાર્ટી પોલિસીના નુકસાન પરનો વીમો છે.
આમાં થર્ડ પાર્ટીનું પ્રીમિયમ નિશ્ચિત નિયમો અનુસાર કરવામાં આવશે. બીજી તરફ તમે આપેલા સમયમાં કેટલા કિલોમીટર ડ્રાઈવ કરો છો તેના આધારે નુકસાનની ગણતરી કરવામાં આવશે. સામાન્ય રીતે વીમા કંપની તેને એડ-ઓન કવર તરીકે ઓફર કરે છે.
કંપનીઓ અંતર કેવી રીતે માપશે?
Pay As You Drive બે રીતે થઈ શકે છે. એક વાહન કેટલા કિલોમીટર ચાલ્યું તેના પર નિર્ભર છે અને બીજું વીમા પોલિસી કેટલા દિવસ સક્રિય છે તેના પર નિર્ભર છે. સામાન્ય રીતે કિલોમીટર આધારિત યોજના 2500 કિ.મી. થી શરૂ થાય છે. તેમાં 5000 કિમી, 7500 કિમી, 10,000 કિમીના વિવિધ સ્લેબ રાખેલ હોય છે.
કિમીને માપવા માટે વીમા કંપનીઓ કારમાં ટ્રેકિંગ ઉપકરણ ઈન્સ્ટોલ કરે છે અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. Pay As You Driveનો સિદ્ધાંત એ છે કે જો તમે ઓછું વાહન ચલાવો છો, તો તમારે ઓછું વીમા પ્રિમિયમ ચૂકવવું પડશે. તેનું પ્રીમિયમ સામાન્ય કાર વીમા કરતાં ઓછું છે. તેથી આ વીમા પૉલિસી ઓછું વાહન ચલાવનારાઓ માટે શ્રેષ્ઠ છે.
Pay As You Drive Policy નીચે દર્શાવેલ લોકો માટે ઉપયોગી છે
- વર્ક ફ્રોમ કરતાં લોક માટે આ Drive Policy લાભદાયક છે.
- જે લોકોને કંપની ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડે છે અથવા નહિવત વાહન ચલાવે છે.
- ઘરડા વ્યક્તિઓ અને રિટાયર લોકોના હીતમાં આ Drive Policy છે.
- જે વ્યક્તિઓની કાર વર્ષમાં માત્ર 10,000 કિમી કરતાં ઓછી ચાલે છે.