ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(Vodafone Idea)ના ગ્રાહકો અને શેરધારકો માટે એક ચિંતાના સમાચાર આવ્યા છે. ઈન્ડસ ટાવર(Indus Tower) કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને ફરિયાદ સાથે કહ્યું છે કે બાકી લેણાંને કારણે તે વોડાફોન આઈડિયા (Vi)ની કેટલીક સેવાઓ બંધ કરી શકે છે.
ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(Vodafone Idea)ના ગ્રાહકો અને શેરધારકો માટે એક ચિંતાના સમાચાર આવ્યા છે. ઈન્ડસ ટાવર(Indus Tower) કંપનીએ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈને ફરિયાદ સાથે કહ્યું છે કે બાકી લેણાંને કારણે તે વોડાફોન આઈડિયા (Vi)ની કેટલીક સેવાઓ બંધ કરી શકે છે. ઇન્ડસ ટાવર્સે એમ પણ કહ્યું હતું કે તે તેની બાકી રકમ વસૂલવા માટે કાનૂની માર્ગ પણ અપનાવી શકે છે.
ઈન્ડસ ટાવર કંપનીએ ઉમેર્યું કે Vi સતત અને ખોટા ઈરાદા સાથે પેમેન્ટમાં વિલંબ કરી રહી છે. Viના લેણાંમાં વિલંબને કારણે કંપનીના રોકડ પ્રવાહને અસર થઈ છે અને કંપની નાણાકીય અને ઓપરેશનલ પડકારોનો પણ સામનો કરી રહી છે.
Viના શેરમાં ઘટાડો
આવી સ્થિતિમાં, જો દેશની સૌથી મોટી મોબાઈલ-ફોન ટાવર કંપની Vi માટે તેની સેવાઓ બંધ કરે છે તો Viના 22.83 કરોડ ગ્રાહકોને અસર થઈ શકે છે. સંકટમાંથી પસાર થઈ રહેલી વોડાફોન આઈડિયાના માર્કેટ શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમાચાર પછી, Vodafone Idea ગુરુવારે લગભગ 1% ના ઘટાડા સાથે કામ કરતી જોવા મળી હતી.કારોબારના અંતે શેર 11.35 પર બંધ થયા હતા.
ઇન્ડસ ટાવરએ TRAI ને પત્ર લખી સેવા બંધ કરવા તૈયારી બતાવી
ઈન્ડસ ટાવરનો મુખ્ય ક્લાયન્ટ વોડાફોન આઈડિયા છે. ઈન્ડસ ટાવરે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને જણાવ્યું છે કે ખોટમાં ચાલી રહેલી વોડાફોન પર 30 સપ્ટેમ્બર, 2023 સુધી વ્યાજ સહિત રૂપિયા 7,864.5 કરોડનું દેવું છે. આ સિવાય પેમેન્ટ ડિફોલ્ટની સ્થિતિ હજુ પણ યથાવત છે.
એક મીડિયા રિપોર્ટમાં TRAIને લખવામાં આવેલા પત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે “Vi ના ડિફોલ્ટને કારણે ઇન્ડસ ટાવર ગંભીર નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. જો Vi બાકી ચૂકવણીને ક્લિયર કરવામાં અસમર્થ હોય તો ઇન્ડસ ટાવર પર માત્ર કાનૂની પગલાં જ નહીં પરંતુ કેટલીક સેવાઓ બંધ કરવા માટે નિર્ણય લેવો પડશે.”
કંપનીએ કહ્યું કે Vi સતત અને જાણીજોઈને બાકી ચૂકવણીમાં વિલંબ કરી રહી છે. Viના લેણાંમાં વિલંબને કારણે કંપનીના રોકડ પ્રવાહને અસર થઈ છે અને કંપની નાણાકીય અને ઓપરેશનલ પડકારોનો પણ સામનો કરી રહી છે.