News Updates
BUSINESS

તમારી લોન સસ્તી થઈ કે મોંઘી? કરો એક નજર નવા વ્યાજ દર ઉપર

Spread the love

RBI MPC Meet October 2023: RBI રેપો રેટ(Repo Rate)માં ફરી એકવાર ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged) છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.

RBI MPC Meet October 2023: RBI એ વ્યાજદર સ્થિર રાખી રેપો રેટ(Repo Rate in October)માં ફરી એકવાર ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged in RBI MPC Meet October 2023) છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દર બે મહિને મળતી ત્રિદિવસીય મોનેટરી પોલિસી કમિટી (RBI MPC Meeting) મીટિંગ 4 ઓક્ટોબર 2023ના રોજ બુધવારે શરૂ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો આજે 6 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikanta Das – Governor of the Reserve Bank of India) દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. RBI દેશના આર્થિક વિકાસની સાથે ફુગાવાના અંદાજો પણ જાહેર કરે છે. આ સાથે રેપો રેટ પણ જાહેર થાય છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડે છે.

ઓગસ્ટ 2023નો રેપો રેટ

ઓગસ્ટ 2023 ના રોજ મળેલી રિઝર્વ બેન્કની ત્રિદિવસીય મિટિંગમાં રેપો રેટ 6.50 ટકા રાખવામાં આવ્યો હતો. આ સમયે SDF દર 6.25 ટકા , MSF દર અને બેંક દર 6.75 ટકા છે તો  રિવર્સ રેપો રેટ 3.35 ટકા નક્કી કરાયો હતો. આ ઉપરાંત  CRR અને SLR અનુક્રમે 4.50 ટકા અને 18 ટકા જાહેર કરવામાં આવ્યા હતા.

મોંઘવારી મુખ્ય પ્રશ્ન બની રહી છે. ઓગસ્ટની પોલિસી સમીક્ષામાં અને ત્યાર બાદ કંઈ ખાસ બદલાયું નથી. સીપીઆઈ ફુગાવાના સતત બે મહિના 6% ઉપરના બેન્ડથી દાસ એન્ડ સમિતિના સભ્યોને ચિંતા સતાવી રહી છે.

બેઠકનો મિજાજ

તમામ MPC સભ્યો પોલિસી દરો સ્થિર રાખવાની તરફેણમાં હતા. આરબીઆઈએ પણ ધોરણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા.

RBI MPC ની અગત્યની માહિતી અને નક્કી કરાયેલ નવા વ્યાજદરની

  • વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી
  • રેપો રેટ 6.50% પર યથાવત
  • રેપો રેટમાં વધારાની અસર અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે.
  • Q2 માં ઔદ્યોગિક ક્ષેત્રમાં રિકવરી જોવા મળી
  • ખાનગી મૂડીરોકાણ વધી રહ્યું છે
  • FY24 માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.5%
  • Q2FY24 માટે GDP અનુમાન 6.5%
  • Q3FY24 માટે GDP અનુમાન 6%
  • Q4FY24 માટે GDP અનુમાન 5.7%
  • Q1FY25 માટે GDP અનુમાન 6.6%
  • FY24 માટે CPI અંદાજ 5.4%
  • Q2FY24 CPI અંદાજ 6.2% થી વધીને 6.4% થયો
  • CPI અંદાજ Q3FY24 માં 5.7% થી ઘટીને 5.6% થયો
  • Q4FY24 માટે CPI અનુમાન 5.2%
  • Q1FY25 CPI અંદાજ 5.2% પર જાળવી રાખ્યો

Spread the love

Related posts

 ભારત સાથે દુશ્મનાવટ ધરાવતા જસ્ટિન ટ્રુડો પાસે છે 800 કરોડની સંપત્તિ, આ રીતે કમાય છે પૈસા

Team News Updates

 ગુગલ ક્લાઉડ યુનિટમાંથી 100 કર્મચારીઓને છૂટા કરશે,માઈક્રોસોફ્ટ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરશે 

Team News Updates

Airtel Xstream Fiber : તમારા વીક એન્ડને બનાવશે શાનદાર,એન્ટરટેઈનમેન્ટનું અનલિમિટેડ કન્ટેન્ટ

Team News Updates