આર્થિક અને રાજકીય સંકટમાં ઝઝૂમી રહેલા પાકિસ્તાનના લોકોને મોટી રાહત મળી છે. પાકિસ્તાન સરકારને મોંઘવારી પર રાહત મળી છે. સરકારે પેટ્રોલની કિંમતોમાં 12 રૂપિયા(પાકિસ્તાની રૂપિયા) પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. તે સિવાય ડીઝલ પણ સસ્તું થયું છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશક ડારે સોમવારે એલાન કર્યું છે કે આગામી 15 દિવસ સુધી પેટ્રોલની કિંમતમાં 12 રૂપિયા અને ડીઝલની કિંમતોમાં 30 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પેટ્રોલનો નવો ભાવ
સોમવારે ટેલિવિઝન પર પ્રસારિત પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમની સરકારને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોને આધારે જનતાને મહત્તમ રાહત આપવાના પ્રયત્નો કર્યા છે. ડારે કહ્યું કે આજે રાતે 12 વાગ્યાથી આવતા 15 દિવસ સુધી પેટ્રોલના ભાવ 12 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે, જેનાથી પેટ્રોલની નવી કિંમત 270 રૂપિયા હશે.
કેરોસીન પણ સસ્તું
નાણામંત્રીએ કહ્યું કે ડીઝલની કિંમત 30 રૂપિયા ઘટાડ્યા પછી હવે તે 258 રૂપિયા પર આવી જશે. તે સિવાય કેરોસીનની કિંમતમાં પણ 12 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. આ સાથે કેરોસીનનો નવો ભાવ 164.07 રૂપિયા અને લાઈટ ડીઝલ તેલની કિંમત 12 રૂપિયા ઘટીને 152.68 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
ભાવમાં સતત વધારો
પાકિસ્તાનની સરકારે છેલ્લા ઘણા મહિનાથી ઈંધણની કિંમતોમાં વધારો કર્યો છે. આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે જીવનજરૂરી વસ્તુઓની આયાત કરવામાં સક્ષમ નથી. પાકિસ્તાનમાં લોટ, ચોખા અને ડુંગળી જેવી જીવનજરૂરી વસ્તુઓની કિંમત આસમાને પહોંચી છે.
મે 2022 પછી કિંમતોમાં કોઈ ફેરફાર નથી
છેલ્લી વખત મે 2022માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 અને 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.
16 રાજ્યોમાં પેટ્રોલ 100થી ઉપર
દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓરિસ્સા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો ઓરિસ્સા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તે 100 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે.