ચીનના શાનડોંગ પ્રાંતના ક્વિન્ગદાના દરિયાકાંઠે 34મા ઈન્ટરનેશનલ ‘બીયર ફેસ્ટિવલ’ની શરૂઆત થઈ ચૂકી છે. ચીન સહિત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઉપસ્થિત થશે.
બીયર પીવાની અનોખી પરંપરા ધરાવતા આ ઉત્સવમાં 2 હજારથી વધુ વેરાએટીઓનું પ્રદર્શન કરવામાં આવશે. 19 જુલાઈ શરૂ થયેલો આ ઉત્સવ સતત 24 દિવસ સુધી ચાલશે.
24 દિવસના આ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો સહિત ભવ્ય આતશબાજી કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 200 વર્ષ જૂનો છે, ખાસ કરીને ઓક્ટબરમાં જર્મનીમાં ધૂમધામપૂર્વક મનાવવામાં આવે છે.