News Updates
INTERNATIONAL

Nita Ambani IOCના સભ્ય બીજી વખત બન્યા, ફૂટબોલમાં કર્યું છે રોકાણ

Spread the love

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી બીજી વખત IOCના સભ્ય બન્યા છે.દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રિલાયન્સ ફાઉન્ડેશન સામેલ છે. ક્રિકેટથી લઈ ફૂટબોલમાં કર્યું છે રોકાણ, જાણો તેની નેટવર્થ કેટલી છે

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) International Olympic Committeeએ ફરી એકવાર રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને એકવાર IOCના સભ્ય તરીકે સર્વસંમતિથી ચૂંટાયા છે. તેમની તરફેણમાં કુલ 93 મત પડ્યા હતા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC સભ્ય તરીકે ચૂંટાયા હતા.

આ તકે નીતા અંબાણીએ કહ્યું કે, હું આઈઓસીની સભ્યના રુપમાં ફરીથી પસંદ થતા સન્માનિત કરું છુ. તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનું ભારતીય રમતમાં ખુબ મહત્વનું યોગદાન છે

નીતા અંબાણીના નેતૃત્વમાં જ 40 વર્ષની રાહ જોયા બાદ ભારતને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીની વાર્ષિક બેઠકની મેજબાની મળી હતી. ગત વર્ષ મુંબઈમાં અંબાણી પરિવારે જિયો વર્લ્ડ સેન્ટરમાં આ બેઠકનું આયોજન કર્યું હતુ. નીતા અંબાણીના નેતૃત્વમાં પહેલી વખત પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ માટે ઈન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઈન્ડિયા હાઉસ ભારતીય ખેલાડીઓ, સમર્થકો અને ચાહકો માટે બનાવવામાં આવ્યું છે.

ઈન્ડિયન સુપર લીગની ફર્સ્ટ ડિવિઝન ફુટબોલ લીગ છે. આ લીગ ભારતીય ફુટબોલ ફેડરેશન અને ફુટબોલ સ્પોર્ટસ ડેવેલપમેન્ટ લિમિટેડ મળી આયોજીત કરેછે.એફએસડીએલની ફાઉન્ડર પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ગ્રુપ જ છે. વર્ષ 2010માં આ લીગ માટે રિલાયન્સ એઆઈએફએફ અને આઈએમજી વચ્ચે 700 કરોડ રુપિયાની ડીલ થઈ હતી. આ લીગની શરુઆત વર્ષ 2013માં થઈ હાલમાં 13 ટીમ સામેલ છે.

દુનિયાની સૌથી મોટી ટી20 લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રિલાયન્સ ફાઉન્ડેશન સામેલ છે. નીતા અંબાણી અને આ ગ્રુપ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક છે. આ ટીમ પાંચ વખત આઈપીએલની ટ્રોફી જીતી ચૂકી છે.

હવે આપણે નીતા અંબાણીના નેટવર્થની વાત કરીએ તો તે સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની છે, જેની નેટવર્થ 7.65 લાખ કરોડ રુપિયા છે. તે 25 હજાર કરોડ રુપિયાની માલકિન છે.


Spread the love

Related posts

ભારતે નેપાળમાં 95,000 ટન નોન-બાસમતી ચોખાની નિકાસને આપી મંજૂરી

Team News Updates

ન્યૂઝીલેન્ડમાં 3 ખાલિસ્તાનીને સજા:ભારતીય મૂળની વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડ્યું, તેને 40 વાર ચાકુ માર્યા; 350 ટાંકા આવ્યા

Team News Updates

સુનિતા વિલિયમ્સ કહ્યું- મને અંતરિક્ષમાં રહેવું ગમે છે,બુચ વિલ્મોર સાથે ISS તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી,પૃથ્વીથી 400 km દૂરથી મતદાન કરશે

Team News Updates